October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કન્નડ સેવા સંઘ, દાનહ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24 : કન્નડ સેવા સંઘ, દાદરા નગર હવેલી દ્વારા કર્ણાટક રાજ્‍યોત્‍સવ અંતર્ગત ભારતીય રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કર્ણાટક રાજ્‍યોત્‍સવનો કર્ણાટકના લોકો દ્વારા રાજ્‍યની સ્‍થાપનાના દિવસ રૂપે મનાવવામાં આવે છે જેને ક્‍યારેક મુંબઈ, હૈદરાબાદ અને મૈસુર રાજ્‍યોમાં વિભાજીત કરવામાં આવ્‍યા હતા. આ દિવસ કર્ણાટકના લોકો માટે મહાન દિવસ હતો, કારણ કે આ કર્ણાટક રાજ્‍યની એકતા અને અખંડતાનો દિવસ હતો. આ રક્‍તદાન શિબિર કર્ણાટક રાજ્‍યોત્‍સવના ઉત્‍સવનો એક ભાગ છે અને દરેક કન્નડ લોકો રક્‍તદાન કરવા માટે એકત્ર થયા હતા.
આ અવસરે ઉપાધ્‍યક્ષ શ્રી હોસામની, કોષાધ્‍યક્ષ શ્રી પ્રકાશ નાયક, શ્રી બસવરાજ સુગરે, શ્રી અરુણ આગરા, શ્રી લોકેશપ્‍પા, શ્રી નાગેશ નાયક, ભારતીય રેડક્રોસના ડો. રાજેશ શાહ સહિત સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

યુઆઇએની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ : કોર્ટ કાર્યવાહીની સંભાવના: ટીમ ઈન્‍ડસ્‍ટ્રીયાલીસ્‍ટ પેનલને મેમ્‍બર સંપર્કમાં મળી રહેલું સમર્થન

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રગટેશ્વર ધામ આછવણીમાં શિવભક્તોની ભારે ભીડ

vartmanpravah

નાની દમણ પોલીસ બીચ રોડ ઉપર ફેરી કરતા અને ઊંટ-ઘોડા ચલાવનારાઓને પોતાના ‘ખબરી’ બનાવશે

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

વલસાડમાં ભીખ માંગવા બાળકોને લઈ આવેલી છ મહિલાઓ સિફતથી ઘરમાં ઘુસી 3 લાખના ઘરેણાં ચોરી ગઈ

vartmanpravah

Leave a Comment