January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્‍હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન

દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજમાં તા.07 અને તા.08 ડિસેમ્‍બર બે દિવસીય એન્‍ટરપ્રિન્‍યોરશિપ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. મેક ઈન્‍ટર્ન દિલ્‍હી અને કલકત્તા આઈ.આઈ.એમ. ઈ.સેલ દ્વારા સેમિનારમાં દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહયિક ક્ષેત્રે કેવા ટ્રેન્‍ડ ચાલે છે. તેનુ માર્ગદર્શન નિષ્‍ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓને નેશનલ-ઈન્‍ટરનેશનલ લેવલે એક્‍ઝપોઝર મળે, દેશ-દુનિયામાં એન્‍ટરપ્રિન્‍યોરશીપ ક્ષેત્રે કેવા કેવા ટ્રેન્‍ડ ચાલે છે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળે તે માટે આ વિદ્યાર્થીઓ માટે અતિ મહત્ત્વનો સેમિનાર છે. તેના નોલેજથી સ્‍મોલ સ્‍કેલ શહેરોના વિદ્યાર્થીઓનું ભવિષ્‍ય ઉજ્જવળ બને તે માટે દિલ્‍હીની મેક ઈન્‍ટર્નસંસ્‍થા અને કલકત્તાની આઈ.આઈ.એમ. ઈ-સેલના સહયોગથી આ સેમિનારનું આયોજન કરાયું છે. સેમિનારમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપરથી 8.22 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ઝડપાઈ

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

જર્જરિત મકાનના સ્‍થાને નવું મકાન બનાવવા મુખ્‍યમંત્રીને રજૂઆત કરવા છતાં હલ નહીં નીકળતાં બિલપુડી વનસેવા મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓનું 36 કલાકથી મામલતદાર કચેરીએ ધરણાં-પ્રદર્શન

vartmanpravah

વલસાડ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ડામર રોડના પેચવર્કની કામગીરી શરૂ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

Leave a Comment