October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સીજીએસટી ઈન્સ્પેક્ટરને રૂ.૪૦ હજારની લાંચ લેતા એ.સી.બી.એ ઝડપી પાડયો

આરોપી યશવંત રાજેન્‍દ્ર ગેહલોતને સીજીએસટી ઓફિસમાં ફરિયાદી પાસેથી નોટિસ નિકાલના અવેજ પેટે લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી ચલા રોડ ઉપર આવેલ જીએસટી ભવનમાં ફરજ બજાવતા સીજીએસટી ઈન્‍સ્‍પેક્‍ટરે નોટિસના નિકાલ પેટે રૂા.40 હજાર માંગ્‍યા હતા. અવેજ પેટે માંગેલ રકમ ફરિયાદી આપવા માંગતા એ.સી.બી. વલસાડમાં ફરિયાદ કરી હતી. એ.સી.બી.એ આજે બુધવારે જીએસટી ઓફિસ આરોપી ફરિયાદી પાસેથી રૂા.40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો.
ફરિયાદી ભાગીદારી કન્‍સ્‍ટ્રકશન કંપનીમાં પેઢી ચલાવે છે. ફરિયાદીને સેન્‍ટ્રલ જીએસટી સન 2020-21માં ભરેલો હતો.છતાં જીએસટી તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી. તેથી નોટિસ અયોગ્‍ય હોવાથી નિકાલ કરવા માટે સીજીએસટી ઈન્‍સ્‍પેક્‍ટરને ઓફિસમાં મુલાકાત લીધી હતી. તે પછી ઈન્‍સ્‍પેક્‍ટર યશવંત રાજેન્‍દ્ર ગેહલોત રહે.હાલ 101-એ સિવાલિક એપાર્ટમેન્‍ટ, મૂળ રહે.સુંદરનગર તા.જી.ઈંદોર. અવેજ પેટે ફરિયાદી પાસે નોટિસ નિકાલ પેટે અવેજના રૂા.40 હજારની માંગણી કરી હતી. જે ફરિયાદી આપવા માંગતા નહોતા તેથી એસીબી વલસાડમાં ફરિયાદ નોંધાવી હતી. એ.સી.બી. પી.આઈ. એસ.એન. ગોહીલ અને ટીમે આજે બુધવારે જીએસટી ભવનની ઓફિસમાં ટ્રેપ ગોઠવી હતી. જેમાં જીએસટી ઈન્‍સ્‍પેક્‍ટર ક્‍લાસ-2 રૂા.40 હજારની ફરિયાદી પાસે લાંચ લેતા એસીબી ટીમે ઝડપી પાડયો.

Related posts

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

દમણમાં જેઈઆરસીની લોક સુનાવણીમાં લોકોએ ટોરેન્‍ટ પાવરના વહીવટ ઉપર પાડેલી પસ્‍તાળ

vartmanpravah

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

ડીઆરઆઈએ ઉમરગામ જીઆઈડીસી ખાતે સિન્‍થેટિક સાયકોટ્રોપિક પદાર્થોના ઉત્‍પાદન સાથે સંકળાયેલા અન્‍યફેક્‍ટરી સેટઅપનો કરેલો પર્દાફાશ

vartmanpravah

પારડીમાં હર્ષોલ્લાસથી દિવાસાના પર્વઍ ટપ્પા દાવની રમત રમાઈ

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment