(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: બાળકોમાં રહેતી શારિરીક તેમજ માનસિક શક્તિને ઉજાગર કરવા તેમજ બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે તે હેતુથી શાળામાં આંતરશાળા બાસ્કેટ બોલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિયોગિતાનો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વ્યાયામ શિક્ષક વિપુલ સાંજણા દ્વારા બાળકોને શપથ ગ્રહણ કરાવડાવી પ્રતિયોગિતાની શરૂઆત કરવામાં આવી હતી. આપ્રતિયોગિતામાં આઠ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પારડીની વલ્લભ આશ્રમ એમજીએમ સ્કૂલ વિજેતા રહી હતી જ્યારે વાપીની ફેલોશિપ મિશન સ્કૂલ રનર્સઅપ રહી હતી. વિજેતા ટીમને શાળા દ્વારા પારિતોષિક તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓની ટીમને અભિનંદન પાઠવ્યા તેમજ કાર્યક્રમની સફળતા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
