(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન અનુસાર દક્ષિણ ગુજરાતના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે અને ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવના નેતૃત્વમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિવસની ભવ્ય ઉજવણી વૈદિક યજ્ઞ સાથે કરવામાં આવી હતી. જેમાં મોદીજીને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને યશસ્વી થવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લામાં અલગ અલગ તાલુકા વાપી, ધરમપુર, પારડી અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ એમ કુલ 6 સ્થળે યજ્ઞ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ, ટ્રેનર્સ, સાધકો અને અન્યલોકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યજ્ઞના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી મોદીજીને બર્થ ડે સોંગ ગાઈ ચોકલેટ અને મીઠાઈ વહેંચી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
