October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈપટેલ દ્વારા કેન્‍દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્‍ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે લેખિત રજૂઆત કરી હતી.
વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્‍ટેશનો પર પેસેન્‍જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્‍ટોપેજ અંગે મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્‍ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા કેન્‍દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્‍ણવને વલસાડમાં વંદે ભારત ટ્રેન, શતાબ્‍દી એક્‍સપ્રેસ ટ્રેનને સ્‍ટોપેજ આપવા તેમજ બીજી અન્‍ય જરૂરી ટ્રેનોના સ્‍ટોપેજ સંદર્ભે, માતા વૈષ્‍ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્‍તારપૂર્વક લેખિત રજૂઆત કરી હતી.

Related posts

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

દીવની બુચરવાડા સરકારી શાળામાં ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

..જ્‍યારે એક દિકરાએ જ પોતાની 80 વર્ષની માતાને પોતાના વતનથી દૂર દમણ ખાતે રઝળતી છોડી દીધી સંઘપ્રદેશના સમાજ કલ્‍યાણ વિભાગ અને દમણ પોલીસે 80 વર્ષિય વૃદ્ધાની જીંદગી બચાવવાની સાથે સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

દીવનો છ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દમણ માટે રવાના: દીવની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલે અનેક લોક કલ્‍યાણના કામોનું કરેલું ઉદ્‌ઘાટન : વિવિધ વિકાસના કામોની પણ કરેલી સમીક્ષા

vartmanpravah

ભણતરથી કંટાળી પારડીના યુવાને ગોવાની વાટ પકડી: સોશિયલ મીડિયાના સહારે યુવાનને શોધી કાઢતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment