(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી નજીક થાલા નહેર પાસે ગત તા.01/05/2023 ની રાત્રીના સમયે નિવૃત એએસઆઈના પુત્ર વિનલ છીબુભાઈ પટેલ (ઉ.વ-40) ઉપર ત્રણ જેટલા ઈસમોએ પ્રાણ ઘાટક હુમલો કરતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે હુમલો કરી ફરાર થયેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી ચીખલીની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા હત્યાના આરોપી વિશેષ હસમુખભાઈ કો.પટેલ (ઉ.વ-24) (રહે.ખૂંધ પોકડાં તા.ચીખલી), જીગ્નેશ જીવણભાઈ પરમાર (ઉ.વ-19) તથા રાહુલ પાચાભાઈ રબારી (ઉ.વ-21) (રહે.ખુડવેલ ચોકડી તા.ચીખલી) એમ ત્રણેય આરોપીના 15-મે સુધીનારિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે સોમવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને સબજેલ ખાતે મોકલી દેવાયા હતા.
જોકે 12 દિવસના રિમાન્ડ દરમ્યાન પોલીસે માત્ર હત્યામાં વપરાયેલ લોખંડનો પાઈપ અને સળીયો કબ્જે કર્યો હતો. જ્યારે અન્ય કોઈ વ્યક્તિની સંડોળવણી હોવાનું બહાર આવ્યું ન હતું.
