June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવરાત્રિ દરમિયાન વરસાદથી બચવા સેલવાસમાં વોટરપ્રૂફ ડોમ સાથે ગરબા રમવાની વ્‍યવસ્‍થા ઉભી કરાઈ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ સાથે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસમાં ‘‘થનગનાટ સિઝન-3” નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ પ્‍લેટફોર્મ સાથે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા સેલવાસમાં ‘‘થનગનાટ સિઝન-3” નવરાત્રી મહોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાંઆવ્‍યું છે.
છેલ્લા ત્રણ વર્ષથી રોટરી ક્‍લબ દ્વારા ગરબા ખેલૈયો માટે ડોમ બનાવી એક સુંદર પ્‍લેટફોર્મ આપવાની પરંપરા છે. જેથી ખેલૈયાઓને પણ રમવાનો આનંદ આવે છે, સાથે જ સેફટીનું પણ ધ્‍યાન રહે છે. દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના પ્રેસિડન્‍ટ શ્રી રાજન સોલંકી દ્વારા જણાવાયું છે કે, ગરબા ખેલૈયોને કોઈપણ તકલીફ નહીં પડે એ માટે અમે ડોમ બનાવીએ છીએ, જેથી વરસાદથી બચી શકાય એ ગરબા ખેલૈયાઓને તકલીફ નહીં પડે. સેલવાસના ગરબા ખેલૈયાઓએ ટ્રેડીશનલ ગરબા રમવા માટે વાપી, વલસાડ કે દમણ સુધી લંબાવા પડતું હતું. પરંતુ હવે સેલવાસમાં વાપી તેમજ વલસાડથી ખેલૈયાઓ અહીં ગરબા રમવા આવે છે. ગરબા રમવા માટે સરસ પ્‍લેટફોર્મ પૂરૂં પાડવા બદલ ગરબા ખેલૈયાઓએ પણ રોટરી ક્‍લબનો આભાર માન્‍યો હતો.

Related posts

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

vartmanpravah

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

vartmanpravah

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

Leave a Comment