October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના વાંઝણા નવા ફળીયા ખાતે રહેતા સંજય ઠાકોર હળપતિ (ઉ.વ.31) જે પોતાની મોટર સાયકલનં.જીજે-21-બીએ-0679 લઈ બામણવેલ ખાતે નોકરી ઉપર ગયો હતો. અને જે બપોરે મલવાડા ખાતે સાસરીથી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્‍યાન ચીખલી-વાંસદા માર્ગ ઉપર આલીપોર ગામની હદમાં અંકિત પેટ્રોલપંપ પાસે એક સ્‍કુલ બસ જીજે-21-ડબ્‍લયુ-2652 ના ચાલકે મોટર સાયકલ સવાર સંજય હળપતિને અડફટે લઈ બસનું ટાયર ફરી વળતા સ્‍થળ ઉપર જ મોત નિપજતા બનાવ અંગેની ફરીયાદ મૃતકના ભાઈ સુનિલ ઠાકોરભાઈ રાઠોડ (ઉ.વ.આ-37) (રહે.વાંઝણા નવા ફળીયા તા.ચીખલી જી.નવસારી) એ કરતા ચીખલી પોલીસે પીળા કલરની સ્‍કુલ બસના ચાલક મહેશ ચંદુભાઈ ચૌધરી (રહે.ચુનાવાડી મંદિર ફળીયુ તા.ડોલવણ જી.તાપી) વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ. પટેલ કરી રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

દીવ પ્રશાસન દ્વારા જિલ્લાના કુલ 50 આપદા મિત્રોનો ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવામાં આવ્‍યો

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

Leave a Comment