September 4, 2026
Vartman Pravah
દમણ

દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને પકડેલું જન આંદોલનનું સ્‍વરૂપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 22
આજે દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પંચાયતના સરપંચો, સભ્‍યો અને ગામના આગેવાનોએ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્‍વચ્‍છ દમણ, સુંદર દમણ અને હરિયાળા દમણના નિર્માણ માટે આપેલા કોલના ભાગરૂપે દમણ જિલ્લામાં સ્‍વચ્‍છતા અભિયાને એક જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું છે. જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિ સુધી સ્‍વચ્‍છતાની જાગૃતિ માટે નિયત કાર્યક્રમો આપવામાં આવેલ છે અને આ તમામ કાર્યક્રમોનું મોનિટરિંગ બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા દ્વારા કરાતા આજે તમામ ગ્રામ પંચાયતોમાં સ્‍વચ્‍છતા અભિયાને એક જન આંદોલનનું સ્‍વરૂપ પકડયું છે.
દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોએ પોતાના વિસ્‍તારમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ, વેચાણ, ઉત્‍પાદન, વિતરણ અને સંગ્રહ ઉપર પણ ફરમાવેલા પ્રતિબંધથી હવે વરસાદના સમયમાં પ્‍લાસ્‍ટિકની કોથળીઓથી જામ થતા નાળા, પ્‍લાસ્‍ટિક આરોગવાથી ગાય, બળદ જેવા ઢોરોના થતા અપમૃત્‍યુ, પર્યાવરણસામે ઉભા થતા ખતરા ઉપર પણ હવે નિયંત્રણ આવશે.

Related posts

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

vartmanpravah

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

થર્ટીફર્સ્‍ટ અને2023ના નવા વર્ષ નિમિત્તે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રવાસન સ્‍થળોએ પ્રવાસીઓનો ધસારો

vartmanpravah

Leave a Comment