September 3, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા સેલ્‍ફ હેલ્‍પ ગૃપની મહિલાઓના સહયોગ સાથે રાષ્‍ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ


તા. 20/09/2021 ના રોજ રાષ્‍ટ્રીય પોષણ માસ ઉત્‍સવના ઉપલક્ષમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન તથા જિલ્લા પંચાયત સીઈઓ તથા એનઆરએલએમ પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર શ્રી ડો. વિવેક કુમારના નિર્દેશનમાં રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ જિલ્લા મિશન પ્રબંધક શ્રી વિશ્વનાથ દેવરે દ્વારા પંચાયતના જુદા જુદા ગામડાઓમાં દીનદયાલ અંત્‍યોદય યોજના રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ પોષણ મહા જાગરૂકતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ અભિયાન દરમિયાન સુરંગી, માંદોની, ખાનવેલ, રૂદાના, શેલ્‍ટી, દૂધની, સિંદોની, ખેરડી, ડોલારા, નરોલી, સાયલી, ગલોંડા, કિલવણી વગેરે ગામના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને પોષણ માસ અભિયાન બાબતે જાગૃત કરવામાં આવી હતી. જેમાં અન્‍ય એસએચજી ગ્રુપની બહેનોને ‘સહી પોષણ દેશ રોશન’ ‘હર ઘર પોષણ ત્‍યોહાર’ના નારા લગાવી પોતાના દૈનિક આહારમાં કયા કયા પદાર્થો લેવા જરૂરી છે વગેરે અંગે જણાવવામાં આવ્‍યું હતું. આ અભિયાનદરમિયાન ખાનવેલ ડુંગરીપાડા અને શેલ્‍ટ ગૌંદપાડા ફાધરપાડાની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ બહેનો દ્વારા બનાવવામાં આવ્‍યા હતા. સ્‍થાનિક ઉપલબ્‍ધ સાધન સામગ્રી જેવી કે નાગલીની રોટી, પાતરાંની ભાજી, તેરીની ભાજી, વાસકલનું શાક, અંજુલાની ચટની, મકા, જ્‍વારાના આંબેલ જેવા પોષણ યુક્‍ત પદાર્થ લીલી શાકભાજી વગેરે પોષણયુક્‍ત રેસિપીનું પ્રદર્શન એસએચજી બહેનો દ્વારા કરવામાં આવ્‍યું હતું અને તેમણે બનાવેલ પદાર્થ અંગે વિસ્‍તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.
તેમણે બનાવેલા પદાર્થને તેમના પોતાની જાતના પ્રોડક્‍ટ બનાવવા માટે જિલ્લા મિશન પ્રબંધન શ્રી વિશ્વનાથ દેવરે દ્વારા અને કલસ્‍ટર સ્‍ટાફ શ્રી અક્ષયભાઈ પટેલ અને હિરલ પટેલ દ્વારા કુપોષણ, વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા, હાથ ધોવાની રીતો વિષયક જાણકારી આપવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન એસએચજી બહેનો દ્વારા રૂદાના, સુરંગી પંચાયતમાં ન્‍યુટ્રી ગાર્ડન તૈયાર કરી ‘સહી પોષણ દેશ રોશન’ હેઠળ પોષણ અભિયાનને સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાનહમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 39 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

Leave a Comment