October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણના એનઆરએચએમ અંતર્ગત દાભેલના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપો પૈકી 48 મહિલાઓએ વાંસદા , ડાંગ અને વઘઈની લીધેલી એક્‍સપોઝર મુલાકાત

એક્‍સપોઝર મુલાકાત દરમિયાન બહેનોને આપવામાં આવેલી બે કલાકની તાલીમમાં સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના સંચાલનથી માંડી હિસાબ-કિતાબ, માર્કેટીંગ, લોન સહિતના અનેક પાસાની આપેલી સમજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03
ભારત સરકારની દીનદયાળ અંત્‍યોદય યોજના અંતર્ગત નેશનલ રૂરલ લાયવ્‍લીહૂડ મિશન (એનઆરએચએમ) દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા દાભેલ ગામના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોમાંથી 48 સભ્‍યોને એક્‍સપોઝર મુલાકાત માટે વલસાડ જિલ્લાના વાંસદા, વઘઈ અને ડાંગ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. જ્‍યાં સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોને બે કલાકની તાલીમ પણ આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્‍સપોઝર મુલાકાત દરમિયાન તાલીમસમયે બહેનોને પોતાના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપને કેવી રીતે આગળ લાવી શકાય, એક્‍તા અને સંગઠન, બચત માટેની વિવિધ તરકિબો, લોન કેવી રીતે અને કેટલા ટકે લેવી, હિસાબ માટે રાખવાની કાળજીઓ સહિત પંચસૂત્રનું પાલન કેવી રીતે કરી શકાય તે બાબતે તાલીમ દરમિયાન ઊંડી સમજ આપવામાં આવી હતી.
દરમિયાન મેંગો પ્રોસેસિંગ, કાજુ પ્રોસેસિંગ તથા હલ્‍દી ફાર્મ યુનિટની મુલાકાત પણ એસ.એચ.જી.ની બહેનોને કરાવવામાં આવી હતી.
દાભેલ ગામના દસ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 48 બહેનોને એક્‍સપોઝર મુલાકાત બાદ તેમનો જુસ્‍સો બુલંદ બન્‍યો હોવાનું અનુભવાતું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્‍તિકરણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને સંઘપ્રદેશમાં ગતિ આપવા બદલ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર પ્રગટ કરવામાં આવ્‍યો હતો.
આજની એક્‍સપોઝર મુલાકાત માટે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણા તથા એનઆરએલએમની ટીમની મહત્‍વની ભૂમિકા રહી હતી. આ મુલાકાત દરમિયાન દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય અને કારોબારી સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, એનઆરએલએમના સ્‍ટેટ મિશન મેનેજર સુશ્રી દિક્ષાબેન શર્મા, ડિસ્‍ટ્રીક્‍ટ મિશન મેનેજર શ્રી યોગેશ રાઠોડ વગેરે પણ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર પરીયા દ્વારા ‘ખેડૂત તાલીમ કમ ટેકનોલોજી નિદર્શન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

પારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

પ્રાણીન ફાઉન્‍ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૌ-પોષણ યોજનાનો ત્‍વરિત અમલ કરવા માંગ કરાઈ

vartmanpravah

Leave a Comment