September 1, 2026
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

લાંબા સમયથી ચાલતી શાકભાજી વિક્રેતાઓની સમસ્‍યાનો આવેલો ઉકેલઃ દમણ ન.પા.ને પાઠવવામાં આવી રહેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ આજે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે નવનિર્મિત પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું ઉદ્‌ઘાટન કર્યું હતું.
પ્રાપ્ત માહિતીપ્રમાણે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે લાંબા સમયથી શૌચાલયની આવશ્‍યકતા હતી. શૌચાલય નહીં હોવાના કારણે દુર દુરથી આવતા શાકભાજી વિક્રેતાઓને ખુલ્લામાં અથવા અન્‍યત્ર શૌચ માટે જવાની ફરજ પડતી હતી. તેની સામે દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની પહેલથી ન્‍યૂ ઈન્‍ડિાય કન્‍સ્‍ટ્રકશન અને મેઈન્‍ટેનન્‍સ એજન્‍સી દમણના સૌજન્‍યથી નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય અને સ્‍નાનાગૃહનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.
આ પ્રસંગે દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાની સાથે દમણ ન.પા. ઉપપ્રમુખ શ્રીમતી રશ્‍મીબેન હળપતિ અને વોર્ડ નં. 7ના કાઉન્‍સિલર શ્રીમતી જશવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

vartmanpravah

Leave a Comment