Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

પ્રોબેશનરી આઈ.એ.એસ. હિમાની મીણા ખાનવેલના આર.ડી.સી. તરીકે ફરજ નિભાવશે
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16 : સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર (આરડીસી) સુશ્રી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાથી તેમના સ્‍થાને આરડીસી તરીકે 2020 બેચના આઈ.એ.એસ. અધિકારી શ્રી પ્રિયાંક કિશોરની નિયુક્‍તિ કરવાનો આજે આદેશ કરાયો છે.
શ્રી પ્રિયાંક કિશોરને આરડીસી સેલવાસ ઉપરાંત દાનહના સહાયક વિકાસ આયુક્‍ત, દાનહના સામાન્‍ય વહીવટ અને પ્રોટોકોલ તથા પબ્‍લિક ગ્રિવેન્‍સિસ વિભાગના ડેપ્‍યુટી ડાયરેક્‍ટર તરીકે પણ વધારાની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. તેઓ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માઈનોરીટી ફાઈનાન્‍સ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશનના જનરલ મેનેજર, દાનહના ચીફ પબ્‍લીસીટી ઓફિસર, દાનહના વેટ અને જીએસટી તથા લેબર અનેએમ્‍પ્‍લોયમેન્‍ટ વિભાગના ડેપ્‍યુટી કમિશનર, દાનહના એમ્‍પલોયમેન્‍ટ ઓફિસર તથા દાનહના ચીફ ટાઉન પ્‍લાનાર/એસોસિએટ ટાઉન પ્‍લાનર અને દાનહ પીડીએના મેમ્‍બર સેક્રેટરી તરીકેની પણ જવાબદારી નિભાવશે.
દાનિક્‍સ અધિકારી શ્રી કરણજીત વાડોદરિયાને સ્‍માર્ટ સીટી મિશન સેલવાસના સી.ઈ.ઓ. અને દાનહ ઓઆઈડીસીના જનરલ મેનેજર તરીકેનો વધારાનો અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે.
પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારી સુશ્રી હિમાની મીણાને ખાનવેલના આરડીસી તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં દક્ષિણ ઝોન વેડછીમાં આદિવાસી આગેવાનોની મિટિંગ યોજાઈ

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાંના અધ્‍યક્ષસ્‍થાને શાળા પ્રવેશોત્‍સવ બેઠક મળી

vartmanpravah

સેલવાસ નગર પાલિકાને મળેલો ઈ-ગર્વનન્‍સ-2020-21નો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment