લાંબા સમયથી ચાલતી શાકભાજી વિક્રેતાઓની સમસ્યાનો આવેલો ઉકેલઃ દમણ ન.પા.ને પાઠવવામાં આવી રહેલા અભિનંદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13: દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાએ આજે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે નવનિર્મિત પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનાગૃહનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રાપ્ત માહિતીપ્રમાણે નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે લાંબા સમયથી શૌચાલયની આવશ્યકતા હતી. શૌચાલય નહીં હોવાના કારણે દુર દુરથી આવતા શાકભાજી વિક્રેતાઓને ખુલ્લામાં અથવા અન્યત્ર શૌચ માટે જવાની ફરજ પડતી હતી. તેની સામે દમણ ન.પા.ના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાની પહેલથી ન્યૂ ઈન્ડિાય કન્સ્ટ્રકશન અને મેઈન્ટેનન્સ એજન્સી દમણના સૌજન્યથી નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્ડ યુઝ શૌચાલય અને સ્નાનાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે દમણ ન.પા. અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયાની સાથે દમણ ન.પા. ઉપપ્રમુખ શ્રીમતી રશ્મીબેન હળપતિ અને વોર્ડ નં. 7ના કાઉન્સિલર શ્રીમતી જશવિંદર કૌર ઉપસ્થિત રહ્યા હતા.