(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલી જિલ્લા અને સત્ર ન્યાયાલયના જિલ્લા અને સેશન જજશ્રી દ્વારા ‘‘કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ-2013ની કલમ (4)હેઠળ આંતરિક ફરિયાદ સમિતિ”નું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
દાનહ જિલ્લા અને સેશન જજશ્રી દ્વારા રચવામાં આવેલી સમિતિમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સિવિલ જજ ન્યાયિક મેજિસ્ટ્રેટ સેલવાસ, સભ્ય તરીકેજિલ્લા કોર્ટના જૂનિયર ક્લાર્ક શ્રીમતી રીના એન. પાડવી, એડવોકેટ હિતેશ કે. ભંડારી અને નિર્ભયા વિમેન્સ ફાઉન્ડેશન તથા બિન સરકારી સંસ્થાના પ્રમુખ તરીકે ડૉ. પ્રમિલા ઉપાધ્યાયની નિમણુક કરવામાં આવી છે.
ડૉ. પ્રમિલા ઉપાધ્યાય પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પણ છે, અને એમની એન.જી.ઓ. વુમન ફાઉન્ડેશનના પ્રમુખ સાથે શિક્ષણ સંકુલના પ્રધાનાચાર્ય પણ છે.
