October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો થયો. ‘લોક પ્રહરી’ યુસુફભાઈ શેખનું માનસ સંતાન હતું. તેમાં મને દાદરા નગરહવેલી અને દમણ-દીવના નિવાસી તંત્રી તરીકેની કામ કરવા મળેલી તક આજે પણ યાદગાર રહી છે. શ્રી યુસુફભાઈ શેખનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા હૃદયને સ્‍પર્શતી હતી.
હમણાં એકાદ મહિના પહેલાં શ્રી યુસુફભાઈ શેખના હાથમાં ‘વર્તમાન પ્રવાહ’ આવ્‍યું ત્‍યારે તેમણે રાજીના રેડ થઈને મારી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. ત્‍યારે મને ખબર પડી કે તેઓ કેન્‍સરના રોગથી પિડાઈ રહ્યા હતા. રૂબરૂ મળવાની ખુબ ઈચ્‍છા હતી પરંતુ પરમ કૃપાળુ પરમાત્‍માએ આ ઈચ્‍છાને અધુરી રાખી છે. તેમની સાથે પસાર કરેલો સમય ખરેખર જીવનનો એક લ્‍હાવો હતો.
આજે શ્રી યુસુફભાઈ શેખ હયાત નથી પરંતુ તેમણે પત્રકારત્‍વમાં બતાવેલી નિષ્‍ઠા અને બેદાગ રાખેલી પોતાની પ્રતિભાથી હંમેશા ચિરંજીવ રહેશે.

Related posts

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન, વાપીમાં વ્‍યાખ્‍યાનમાળા અંતર્ગત મિસ.વિધિ વાઘેલા દ્વારા ‘‘ઇન્‍ટરવ્‍યૂ કેવી રીતે આપી શકાય” તે વિષય પર વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah

ચીખલી પ્રેરણા ગ્રુપ દ્વારા વન વિસ્‍તારમાં અનાજ, ધાબળા અને સ્‍વેટરનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

Leave a Comment