October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલી જિલ્લા અને સત્ર ન્‍યાયાલયના જિલ્લા અને સેશન જજશ્રી દ્વારા ‘‘કાર્યસ્‍થળ પર મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ-2013ની કલમ (4)હેઠળ આંતરિક ફરિયાદ સમિતિ”નું પુનર્ગઠન કરવામાં આવ્‍યું છે.
દાનહ જિલ્લા અને સેશન જજશ્રી દ્વારા રચવામાં આવેલી સમિતિમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે સિવિલ જજ ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ સેલવાસ, સભ્‍ય તરીકેજિલ્લા કોર્ટના જૂનિયર ક્‍લાર્ક શ્રીમતી રીના એન. પાડવી, એડવોકેટ હિતેશ કે. ભંડારી અને નિર્ભયા વિમેન્‍સ ફાઉન્‍ડેશન તથા બિન સરકારી સંસ્‍થાના પ્રમુખ તરીકે ડૉ. પ્રમિલા ઉપાધ્‍યાયની નિમણુક કરવામાં આવી છે.
ડૉ. પ્રમિલા ઉપાધ્‍યાય પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્‍યક્ષ પણ છે, અને એમની એન.જી.ઓ. વુમન ફાઉન્‍ડેશનના પ્રમુખ સાથે શિક્ષણ સંકુલના પ્રધાનાચાર્ય પણ છે.

Related posts

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

ચીખલી વંકાલના તળાવમાંથી વહી રહેલા પાણીને અટકાવવા ઉઠેલી માંગ

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

રાજ્‍યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્‍થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્‍મીય સંવાદ

vartmanpravah

Leave a Comment