January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્‍ટ ટાણે ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ: ચીખલી તાલુકામાં એસએમસી અને એલસીબી પોલીસે કાટિંગ કરતા સમયે જ ત્રાટકી ચીમલા અને મીણકચ્છથી રૂ.૧૮.૧૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: સ્‍ટેટ મોનીટરીંગ સેલનો સ્‍ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્‍યાન ચીમલા ગામે હિતેશ ઈશ્વરભાઈ પટેલ અને તેમના પત્‍ની પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલ દારૂનો જથ્‍થો મંગાવી ઉગમણા ફળીયામાં રહેતા મહેશભાઇના મકાનની બાજુમાં ખુલ્લી જગ્‍યામાં કાટિંગ કરતા હોવાની બાતમીના આધારે છાપો મારતા દારૂનો જથ્‍થો લાવનાર તથા કાટિંગ માટે આવેલા વાહનો સ્‍થળ પર મૂકી ખેતરમાં ફરાર થઈ ગયા હતા. રાત્રી દરમ્‍યાનના આ બનાવમાં સ્‍થળ પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટીન-બિયરનો 3032 નંગ બોટલનો રૂ.3,95,847/- નો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો.
પોલીસે ચીમલા ઉગમણા ફળિયાના હિતેશ ઈશ્વરભાઈ પટેલ, પ્રિયંકાબેન હિતેશભાઈ પટેલ તથા અર્જુન ઉર્ફે ખાલપો ઉર્ફે ભીખલો જયેશભાઈ રોહિત (રહે.ઉદવાડા જી.વલસાડ) તથા દારૂનો જથ્‍થો ઉતારનાર ક્રેટા ગાડી નં-જીજે-15-સીપી-7292 ઉપરાંત દારૂ લેવા આવનાર સ્‍વીફટ કાર નં-જીજે-15-સીએમ-3144, બલેનો ગાડી જીજે-21-સીસી-7270 તથા નંબર વિનાની કાળા રંગની એક્‍ટિવાના ચાલક-મલિક સહિતના તમામને વોન્‍ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે દારૂનો જથ્‍થો ઉપરાંત ક્રેટા, સ્‍વીફટ, બલેનો કાર તથાએક્‍ટિવા સહિતના વાહનો સાથે રૂ.15,75,847/- નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ અંગેની ફરિયાદ સ્‍ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના હેડ કોસ્‍ટબલ જુમેદમિયા મહેબૂબમિયાએ નોંધાવી હતી. ચીમલાના ઉપરોક્‍ત દંપતી સામે અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકમાં પ્રોહીબિશનના ગુના નોંધાયેલ છે.
એલસીબી પોલીસે તાલુકાના મીણકચ્‍છ ગામે ત્રણ જેટલા વ્‍યક્‍તિઓ દારૂનો જથ્‍થો મંગાવી પ્રાથમિક શાળાની પાછળ આંબાવાડીમાં ઉતારી કાટિંગ કરવાના હોવાની બાતમી મળતા પીએસઆઇ વાય.જી.ગઢવી ઉપરાંત હેડ કોસ્‍ટબલ ગણેશ દીનું, યુવરાજસિંહ જુવાનસિંહ સહિતના સ્‍ટાફે કાટિંગ કરવાના સમયે છાપો મારતા પોલીસને જોઈ દારૂનો જથ્‍થો લેવા આવનાર સહિત તમામ રાત્રીના અંધારામાં ભાગી છૂટયા હતા. પોલીસે વોડકા, રમ, ટીન-બિયર, ટ્રેટ્રા પેક સહિત વિદેશી દારૂની બોટલ નંગ 8844 નો રૂ.14,18,268/- નો જથ્‍થો ઝડપી પાડ્‍યો હતો. સાથે એક સફેદ રંગની સ્‍વીફટ કાર, સિલ્‍વર રંગની ઈકો કાર તથા સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ જીજે-21-બીએફ-3696 સહિતના વાહનો સાથે રૂ.20,18,268/- નો મુદ્દામાલ કબ્‍જે કરી એલસીબીના એએસઆઇ-દિગ્‍વિજયસિંહ જગતસિંહની ફરિયાદમાં પોલીસે કેવલ સુરેશ પટેલ (રહે.બારોલીયા ગામ તા.ચીખલી), છીબુ હરીશભાઈ પટેલ (રહે.નોગામાં તા.ચીખલી), રીંકલ મુકેશપટેલ, મીનેશ સુમન પટેલ, મેહુલ મનુભાઈ પટેલ, વિપુલ બાલુભાઈ પટેલ (તમામ રહે.ગણદેવા તા.ગણદેવી), અંકિત ઉર્ફે મોંતું પટેલ (રહે.બારોલીયા ગામ તા.ચીખલી) સફેદ રંગની રિટ્‍સ કારમાં ભાગી જનારા બે અજાણ્‍યા વ્‍યક્‍તિઓ, સફેદ રંગની સ્‍વીફટ કાર જીજે-15-સીજી-7362 ના ચાલક/હાલના માલિક, સિલ્‍વર રંગની ઇકો કાર જીજે-21-એએચ-6374 ના ચાલક/હાલના માલિક સહિતના સામે ગુનો નોંધી તમામને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ એલસીબી પીએસઆઇ-વાય.જી.ગઢવી એ હાથ ધરી હતી.
—-

Related posts

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

દીવ પોલીસે દારૂના જથ્‍થા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ : રૂા. 8,000/ના દારૂ સાથે એક મોટર સાયકલ જપ્ત

vartmanpravah

પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું કરાયું સમાપન

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment