October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

શ્રાદ્ધની સમજ
આલેખન : ભાવેશભાઈ શાષાી ભાગવત આચાર્ય

આ સૃષ્ટિ એટલે કે પૂરા બ્રહ્માંડને 12 રાશિથી બાંધ્‍યું છે. તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે અને તેજ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે.
આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્‍યારે કન્‍યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે.
હવે ખગોળ શાષાના આધારે 15 જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણયાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયણના સૂર્ય કહીયે છીએ.
આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્‍યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્‍યાં પિતૃલોકને જગાડે છે.
આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા 15 સપ્‍ટેમ્‍બર પછી કન્‍યા રાશિમાં પ્રવેશે છે ત્‍યારે પાતાળલોકમાં રહેલા પ્રેતયોનીને જાગ્રત કરે છે.
હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્‍માની ગતિ બે રીતની હોય છે.
જેઓ સંતકક્ષાના અને પુણ્‍યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયોનિ તરફ ગતિ કરે છે અને અમૃપ્ત આત્‍મા પ્રેતયોનિ તરફ ગતિ કરે છે. દેવયોનિનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અનેપ્રેતયાનિનો સબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.
શાષામાં વર્ણવ્‍યા મુજબ ચંદ્રની 16 કળા છે. આ 16 કળા આપણા હિન્‍દૂ પંચાગની 16 તિથિ સાથે જોડાયેલી છે પુનમથી અમાસ 16 તિથિ હોય છે તેમ સુદ અને વદ ની તમામ તિથિઓ રિપીટ થાય છે.
આમ મૃત્‍યુ પછી આત્‍મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્‍થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળામાં સ્‍થાન પામે છે.
જ્‍યારે સૂર્ય કન્‍યા રાશિમાં આવે છે ત્‍યારે ભાદરવા સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે. તે સમયે ચંદ્રની 15મી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્‍વી પરના તેમના સંબંધીને ત્‍યાં જઈ શકે તેવી વ્‍યવસ્‍થા છે. આમ પુનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્‍તિમાન બને છે.
ચંદ્રનું આધિપત્‍ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કે ખીરનું મહત્‍વ વિશેષ છે.
આમ દરેક પિતૃ તેમના નજીકના સ્‍વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશિર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે. જે પિતૃનું શ્રાદ્ધ કરવામાંનથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે.
આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસ્‍યાના દિવસે અચૂક પાછા પોતાના સ્‍વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વપિતૃ અમાવાસ્‍યા કહીયે છીએ. આ દિવસે ભૂલ્‍યાચૂકયાં દરેક પિતૃનું શ્રાદ્ધ મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે.
આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ, બહેન, દીકરી અને ભાણેજોને જમાડી શક્‍તિ મુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે.
આ હકીકત શાષા આધારિત છે અને સૌ જન આમાં શ્રધ્‍ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્‍યું છે.

Related posts

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

સુરંગી ગુજરાતી મીડિયમ હાઈસ્‍કૂલનું ધોરણ 10નું 99 ટકા પરિણામ

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

Leave a Comment