(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલીમાં લાયન્સ ગાર્ડન સ્થિતિ ત્રણ રસ્તા પાસે શુક્રવારની સાંજના સમયે બે આખલા બાખડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે ગાર્ડનની બહાર નાના ભૂલકાઓ ન રહેતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. જોકે લાયન્સ ગાર્ડન પાસે પાર્ક કરેલ એક કારમાં નુકશાન થવા પામ્યું હતું.
