September 17, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

ભિલાડ નંદીગામના પેટ્રોલપંપ પર ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટેલા આરોપી ધવલ જાડેજા પોલીસ હિરાસતમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.27
ભિલાડ નજીકના નંદીગામ ખાતેના રીલાયન્‍સ પેટ્રોલપંપ પર તાજેતરમાં કારમાં ડીઝલ ભરાવી પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટવાની બનેલી ઘટનામાં ભિલાડ પોલીસે ફ્રોડ એન્‍ડવર કાર નંબર જીજે-04-એપી-9926ના ચાલક ધવલસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજાને ઝડપી પાડયો છે.
કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાય સાથે સંકળાયેલ અને રૂપિયા 35 લાખની કિંમતની મોંઘીદાટ કાર લઈને ફરતો યુવક ફણસા ચાર રસ્‍તા ખાતે રહેતો હોવાનું તેમજ આ ઘટના અગાઉ પણ આ પ્રકારની લુચ્‍ચાઈ અને છેતરપિંડી આઠ વાર કરી ચૂક્‍યો હોવાની કબૂલાત પોલીસતંત્ર સમક્ષ કરી રહ્યો છે.જેમાં ભિલાડ બે, પારડી-ઉદવાડામાં ત્રણ અને મહારાષ્‍ટ્રમાં ત્રણવાર આ પ્રકારનું પરાક્રમ કર્યુ છે. ગત તા.21/09/21ના રોજ સાંજના 8.25ના કલાકે નદીગામ ખાતે ઈન્‍ડીવિયર કારનો ચાલક કારમાં 58.70 લીટર ડીઝલ કિંમત રૂા. 5677.77નું પેમેન્‍ટ કર્યા વગર ભાગી છુટયો હોવાની ઘટના ભિલાડ પોલીસ મથકે નોંધવા પામી હતી. ગાડીના નંબર પ્‍લેટ પર કાપડ બાંધી પ્‍લેટ નંબર નહી વંચાય એ રીતે આ પ્રકારનું કરતુત કર્યુ હતું. પરંતુ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલી ગાડી પરના અન્‍ય લખાણ અને નિશાનીઓ પરથી ભિલાડ પોલીસે ગાડીની ઓળખ કરવામાં સફળતા મળી છે. આ ઘટનામાં પેટ્રોલ પંપના ફિલર મેન શ્રી મનોજભાઈ કમલેશભાઈ વડાખે નોંધાયેલ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
સુધરે એ બીજા : કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી

Related posts

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

સાયલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment