Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

ઉત્તરાખંડના દેહરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારી બેઠકમાં સંઘપ્રદેશ 3ડી ભાજપ મહિલા મોરચાએ લીધેલો ભાગ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સિમ્‍પલબેન ટંડેલ (કાટેલા), રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય અને ડીએમસી પ્રમુખ સોનલબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના મહામંત્રી દીપાલી શાહ અને પુષ્‍પાબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા
તા.26 અને 27 સપ્‍ટેમ્‍બર બે દિવસીય કારોબારી તમામ રાજ્‍યો અને સંઘપ્રદેશોની મહિલા સંગઠનોએ રજૂ કરેલા રિપોર્ટ કાર્ડ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ મહિલા મોરચાની ટીમે દેવભૂમિ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આયોજિત ભાજપ મહિલા મોરચાની રાષ્‍ટ્રીય કારોબારીની બેઠકમાં ભાગ લીધો હતો. આ ટીમમાં સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી સિમ્‍પલબેન ટંડેલ (કાટેલા), રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય અને દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ભાજપ મહિલા મોરચાના મહામંત્રી દીપાલી શાહ અને પુષ્‍પાબેન પટેલ ઉપસ્‍થિત રહ્ય હતા.
ભાજપ મહિલા મોરચાની આરાષ્‍ટ્રીય કારોબારીમાં તમામ રાજ્‍યો અને સંઘપ્રદેશોના મહિલા સંગઠનોએ પોતાના રિપોર્ટ કાર્ડ રજૂ કર્યા હતા.
વધુ મળતી માહિતી અનુસાર આ અવસરે ભાજપના આગામી કામોની માહિતી પણ આપવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં પોષણ અભિયાન, મહિલાઓ અને બાળકો માટે કેન્‍દ્રની યોજનાઓ, મહિલા મોરચાની નીતિ અને સંશોધન, આઝાદીના અમળત મહોત્‍સવ, મોરચાના મીડિયા અને ઇન્‍ટરનેટ મીડિયા એકમની ભૂમિકા સહિત અન્‍ય વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી.

Related posts

‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહ જિલ્લા સ્‍તરીય પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પ્રાથમિક શિક્ષકો અને આરોગ્‍ય કર્મચારીઓને અડધો એપ્રિલ વિતવા છતાં માર્ચ મહિનાનો પગાર ન થતાં કર્મચારીઓમાં ફેલાયેલી નારાજગી

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ હેઠળ વલસાડ જિલ્લામાં રેલી, શપથ, વૃક્ષારોપણ અને સફાઈ સહિતના કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દમણમાં દિવસ દરમિયાન 3 ઈંચ કરતા ખાબકેલો વધુ વરસાદઃ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની બનેલી સમસ્‍યા

vartmanpravah

Leave a Comment