October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સાવધાન….!: દાનહ અને દમણમાં 10 દિવસના વિરામ બાદ 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા કેટલાક દિવસોથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. પરંતુ આજે સોમવારના રોજ ફરી દમણ અને દાનહમાં એક-કેસ નોંધાતા આરોગ્‍ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
દાનહમાં હાલમાં 1 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5909 કેસ રીકવર થઈ ચુકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 88 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 58 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝીટીવ નહી આવતા કુલ 01 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા છે.
દમણમાં આજે 70 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાં 1 વ્‍યક્‍તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમાં આજે 4398લોકોને વેક્‍સીન આપવામા આવી છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 381355 અને બીજો ડોઝ 136314 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 5,17,669 લોકોને વેક્‍સિન આપવામાં આવી છે.
દમણમાં મુલ્લા કોમ્‍પ્‍લેક્ષ એપાર્ટમેન્‍ટ, બાદલપોર મોટી દમણને કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે.

Related posts

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ બદલાયેલા દાનહ અને દમણ-દીવનું પ્રતિબિંબ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ મરવડમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment