October 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ
  • અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ રાખનારી તકેદારી તથા નીતિ-નિયમોના પાલનની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04
આજે સેલવાસ સચિવાલયના સભાખંડમાં કલેક્‍ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.રાકેશ મિન્‍હાસની અધ્‍યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે અગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પેટા ચૂંટણીના સંદર્ભમાં રાજકીય પક્ષો માટેની માર્ગદર્શિકા, ઉમેદવારીની પ્રક્રિયા, આઉટડોર અને ઈનડોર પ્રચાર વગેરે બાબતોના નીતિ-નિયમો અંગે સમજણ આપી હતી. દરેક રાજકીય પક્ષોને સી-વિજીલ એપ્‍લીકેશન અને તેના ઉપયોગ બાબતે પણ માહિતગાર કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી માટે પોતાનું અલગ બેંક એકાન્‍ટ ખોલવા અને તે એકાઉન્‍ટમાંથી પ્રચારનો ખર્ચ કરવા પણ માહિતી આપી હતી. દરેક ઉમેદવારોએ ફરજીયાત ફોર્મ 26 ભરવા અને તેને કલેક્‍ટર કાર્યાલયમાં ચલન/એમટીઆર સાથે રજૂ કરવા પણ જણાવાયું હતું.
ચૂંટણી અધિકારી અને કલેક્‍ટરશ્રીએ સરકારી કાર્યાલયોના પરિસર અને દિવાલો ઉપર પોસ્‍ટર કે કટ આઉટ્‍સ નહીં લગાવવા પણ તાકિદ કરી હતી. પેમ્‍ફલેટ અને પોસ્‍ટરના ટોક ઉપર ઉમેદવાર તથા પ્રકાશકનું નામ અને સરનામું લખવા પણ જણાવાયું હતું.
રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ચૂંટણીની આદર્શ આચારસંહિતા અને કોવિડ-19ના પ્રોટોકોલનું અસરકારક રીતે પાલન કરવા પણ તાકિદ કરી હતી.
આ બેઠકમાં કલેક્‍ટરઅને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્‍હાસ ઉપરાંત ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment