Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા લાકડાના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી

લાકડાનો સરસામાન હોવાથી આગ જોતજોતામાં વરવું સ્‍વરૂપ પકડયું હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.30: વાપી ડુંગરામાં કાર્યરત એક લાકડાના ગોડાઉનમાં આજે શુક્રવારે બપોરે અચાનક ભિષણ આગ લાગી ઉઠતા અફરા તફરી મચી જવા પામી હતી.
વાપી ડુંગરા-કરવડ વિસ્‍તાર આગના બનાવો માટે કુખ્‍યાત છે. ભાગ્‍યે જ કોઈ મહિનો એવો પસાર ના થાય કે ભંગારના ગોડાઉનમાં આગ ના લાગી હોય. થોડા સમયથી શાંતિ હતી પરંતુ શુક્રવારે ફરી આ વિસ્‍તારમાં આગનો બનાવ બન્‍યો હતો. લાકડાના ગોડાઉનમાં અચાનક ભિષણ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગે આગ બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. આગમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામેલ નથી. પરંતુ સમુળગુ ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી ગાજવીજ સાથે વરસાદ પડતા શિયાળુ પાકને નુકસાન

vartmanpravah

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah

યુક્રેનથી પરત ભારત ફરેલી દમણની વિદ્યાર્થીની કુ.માનસી શર્માએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

ગણદેવી – વાંસદા સહિત જિલ્લામાં આચાર સંહિતાનો અમલ થતા 1542 હોડિંગ અને પેઈન્‍ટીગ દૂર કરાયા

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

Leave a Comment