Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ, વલસાડ દ્વારા આયોજીત દશેરાપર્વ પૂજા, તેજસ્‍વી તારલાઓ અને વિશિષ્‍ઠ સિદ્ધિ દ્વારા સમાજને ગૌરવ અપાવનાર મહાનુભાવોના સન્‍માન સમારોહનું આયોજન કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની અધ્‍યક્ષતામાં ટ્રસ્‍ટી પ્રમુખ શ્રી ઠાકોરસિંહ ઝેડ. સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મહેમાન તરીકે કિરણ હોસ્‍પિટલ સુરતના પ્રખ્‍યાત ન્‍યુરોસર્જન (બ્રેઈન એન્‍ડ સ્‍પાઈન સર્જરી) ડો. ભૌમિક પી. ઠાકોર તથા અતિથિ વિશેષ તરીકે ધરમપુરના રાજપૂત અગ્રણી અઅને એડવોકેટ તથા નોટરી શ્રી જયદીપસિંહજી એ. સોલંકી સહિત સમાજના વિશાળ સંખ્‍યામાં ભાઈ-બહેનોની હાજરીમાં પરંપરાગત રીતે દશેરાપર્વ પૂજા-શષાપૂજા શાષાોક્‍ત વિધીથી કરવામાં આવી હતી. ત્‍યારબાદ કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીએ ઉપસ્‍થિત મહાનુભાવોનું ઉષ્‍માભેર સ્‍વાગત કરી સમાજ વિકાસમાં સહકાર આપનાર ટ્રસ્‍ટી મંડળ અને કારોબારીને અભિનંદન પાઠવ્‍યા હતા. ટ્રસ્‍ટી પ્રમુખ ઠાકોરસિંહ સોલંકીએ સંસ્‍થાનો હેવાલ સુંદરરીતે રજૂ કરીને તમામ સમિતિ અધ્‍યક્ષો અને સમાજભવનના મેનેજરશ્રી દિપકસિંહ પરમારનીકામગીરીને બિરદાવી ત્‍યારબાદ શિક્ષણ સમિતિના અધ્‍યક્ષશ્રી રમેશસિંહ દેસાઈની અથાક મહેનતથી તૈયાર કરેલ 104 તેજસ્‍વી તારકો અને 20 જેટલા સમાજને ગૌરવ અપાવનાર મહાનુભાવોનું સન્‍માન પુષ્‍પગુચ્‍છ અને સ્‍મૃતિભેટ સાથે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સાથે સાંસ્‍કૃતિક સમિતિના અધ્‍યક્ષ ડો.ઈલા દેસાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો. તેમાં અમદાવાદથી ખાસ પધારેલા શ્રીમતી સોનલબા પઢીયારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ સૌને મંત્રમુગ્‍ધ કરે તેવી તલવારબાજી રજૂ કરી સાંસ્‍કૃતિ કાર્યક્રમ રજૂ કરનાર સૌ યુવક-યુવતિઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રામસિંહ દેસાઈએ કર્યું હતું. અંતે આભાર વિધી મહામંત્રી શ્રી નટવરસિંહ દોડિયાએ કરી હતી. રાષ્‍ટ્રગીત પછી એન્‍જિનિયર ગ્રુપના સૌજન્‍યથી સુરુચિ ભોજન બાદ 3પમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં સર્વસંમતિથી તમામ કાર્યો ઠરાવો પસાર થયા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં સભા પૂર્ણ થઈ હતી.

Related posts

વાપી છરવાડા શિવશીવા રેસિડેન્‍સી પાસે જીઈબીના ખુલ્લા ટ્રાન્‍સફોર્મરને લીધે 7 વર્ષના કિશોરને કરંટ લાગ્‍યો

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

Leave a Comment