(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી અને દમણના વિદ્યાર્થીઓ માટે પ્રયોશા પ્રતિષ્ઠાન દ્વારા ધોરણ-10 પછી શું? વિજ્ઞાન પ્રવાહ જ શા માટે?, આઈઆઈટી, આઈઆઈઆઈટી, આઈઆઈએમ તેમજ એમબીબીએસ જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ કેવી રીતે મળવી શકાય? ઉપરાંત વિનામૂલ્યે જેઈઈ અને નીટની તૈયારી કેવી રીતે કરવી? જેના સંદર્ભમાં ઉચ્ચતર માધ્યમિક શાળા રખોલીમાં આગામી 06 એપ્રિલ, 2024ના શનિવારેસવારે 10:00 વાગ્યાથી આઈઆઈટી દીલ્હીના શ્રી અવિરાજ એસ.ચૌધરી અને જેઈઈ-નીટ જ્ઞાન મંજરી ભાવનગરના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે.
વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ માટે ઉચ્ચ કારકિર્દીની તીવ્ર ઈચ્છા રાખનાર હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર લાભરૂપ છે. તેથી મોટી સંખ્યામાં આ સેમિનારનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રયોશા સંસ્થાન દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.