October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રાંધા ગ્રામ પંચાયત ખાતે આદિવાસી સમાજની મળેલી બેઠક કેન્‍દ્રમાં બહુમતિ સાથે મોદી સરકાર તો કાર્યરત છે જ તમારે તો ફક્‍ત સરકાર સાથે ડગથી ડગ માંડીને કામ કરી શકે એવા  પ્રતિનિધિને જ ચૂંટવો છેઃ સહ પ્રભારી ગણપતભાઈ વસાવા

  • દાદરા નગર હવેલીના આદિવાસીઓની કાયાપલટ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની પણ આપવામાં આવેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04
દાનહની લોકસભા પેટાચૂંટણીના સંદર્ભમાં, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી અને પ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને સહ પ્રભારી શ્રી ગણપતભાઈ વસાવા રાંધા ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજની બેઠકમાં ઉપસ્‍થિત રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્‍પીકર અને ધારાસભ્‍ય તેમજ દાનહ લોકસભા પેટા ચૂંટણીના સહ-પ્રભારી શ્રી ગણપતભાઈ વસાવાએ આજની બેઠકમાં ઉપસ્‍થિત આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનોને સંબોધતા જણાવ્‍યુંહતું કે, મોદી સરકારે આદિવાસીઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે જેટલું કામ કર્યું છે તેટલો વિકાસ આઝાદી પછીના ઇતિહાસમાં કયારેય થયો નથી. આપના દાનહમાં લોકસભાની પેટા ચૂંટણી છે તમારે સરકાર નથી ચૂંટવી પરંતુ તમારે એક મજબૂત પ્રતિનિધિ ચૂંટીને આપવાનો છે, એવા ઉમેદવારની પસંદગી કરજો કે જે તમારા વિસ્‍તારના વિકાસ માટે દોડે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ભાજપે રાજનીતિમાં પણ આદિવાસી સમાજને ઘણું પ્રાધાન્‍ય આપ્‍યું છે. આજ સુધી કોઈ પક્ષે આપણા સમાજને આટલું નથી આપ્‍યું.
શ્રી ગણપતભાઈ વસાવાએ આહવાન કરતા જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની લોકસભાની આ પેટા ચૂંટણીમાં, કમળના ચિહ્‌ન પર બટન દબાવીને, શ્રી મોદીના હાથ મજબૂત કરો અને તમારા પ્રદેશના અને રાષ્‍ટ્રના વિકાસમાં સહભાગી બનો.
આજના કાર્યક્રમના મુખ્‍ય મહેમાન તરીકે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવે ઉપસ્‍થિતોને વિગતવાર આદિવાસી સમાજના વિકાસ માટે કેન્‍દ્રની મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓ સમજાવી હતી અને લોકોને અન્‍ય ઉપયોગી માહિતીથી વાકેફ કર્યા હતા.
આ અવસરે ભાજપના પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર, પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીઅજયભાઈ દેસાઈ, દમણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટના કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્‍યાના નિવારણ માટે ચીખલીના ઘેકટી ગામના રહિશો દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત 

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની અડફેટમાં આવી ગયેલ મોપેડ સળગી ખાખ થઈ ગયું

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

Leave a Comment