October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં સબ ડિસ્‍ટ્રીક્‍ટ હોસ્‍પિટલના સ્‍ટાફ ક્‍વાટર્સ જર્જરિત: તંત્ર દિવાલ પર માત્ર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે

સ્‍ટાફ ક્‍વાટર્સના મકાનો ખંડેર બની જવા છતાં તંત્ર દ્વારા તોડવામાં ન આવતા સામા ચોમાસે મોટું જોખમ તોળાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલીમાં સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલના કેમ્‍પસમાં સ્‍ટાફ કવાટર્સના જર્જરિત મકાનો ખંડેર બની જવા છતાં તોડવામાં ન આવતા સામા ચોમાસે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જર્જરિત કવાટર્સની આજુબાજુમાં બીજા કવાટર્સ ઉપરાંત ટીએચઓ કચેરી પણ હોય અવર જવર રહેતી હોય છે. તંત્ર જર્જરિત મકાનની દીવાલ ઉપર જાહેર ચેતવણી લખી સંતોષ માની રહ્યું છે.
અત્રેની સરકારી હોસ્‍પિટલના કેમ્‍પસમાં સંખ્‍યાબંધ સ્‍ટાફ કવાટર્સના મકાનો છે. અને તબીબો સહિતનો સ્‍ટાફ આ કવાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. ત્‍યારે આ પૈકી સ્‍ટાફ કવાટર્સના બે મકાનો કે જે ભોંય તળિયા સાથે એક માળના છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ જવા પામ્‍યા છે. આ બન્ને મકાનોના પ્‍લાસ્‍ટરના પોપડા ખરી પડ્‍યા છે. તો દીવાલોમાં તિરાડો સાથે બારી દરવાજા પણ તૂટી ગયા છે. અને દીવાલોમાં ઝાડી જાખરા ઊગી નીકળ્‍યા છે. જેને લઈને આ બન્ને મકાનો ખંડેર બની જવા પામ્‍યા છે.
તંત્ર દ્વારા હાલે આ જર્જરિત સ્‍ટાફ કવાટર્સની દીવાલ ઉપર જાહેર ચેતવણી લખવામાં આવીછે. જેમાં સદર મકાન ભયજનક અને જર્જરિત હાલતમાં હોય મકાનની નજીકમાં આવવું નહિ તેમજ મકાનની નજીકમાં કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરવા નહિ તેમ જણાવાયું છે. ત્‍યારે તંત્ર જર્જરિત મકાનની દીવાલ ઉપર જાહેર ચેતવણી લખીને સંતોષ માની રહ્યું હોય તેમ લાગે છે.
હકીકતમાં આ સ્‍ટાફ કવાટર્સના જર્જરિત મકાનોની આજુબાજુ બીજા સ્‍ટાફ કવાટર્સ પણ છે. અને તેનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. બીજી તરફ તાલુકાની આરોગ્‍ય કચેરી પણ છે. ત્‍યારે સ્‍ટાફ ઉપરાંત દર્દીઓના સંબંધીઓ સહિત લોકોની અવર જવર પણ રહેતી હોય છે. તેવામાં આ જર્જરિત મકાનો ખાસ કરીને વધુ જોખમી બનશે અને આ મકાનો તોડવામાં ન આવે તો નાની મોટી હોનારત સર્જાવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલના જવાબદારો દ્વારા ગંભીરતા દાખવી ઝડપથી આ જર્જરિત મકાનોને હટાવવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલના અધિક્ષક ડો.દક્ષાબેન પટેલના જણાવ્‍યાનુસાર
સ્‍ટાફ કવાટર્સના જર્જરિત મકાનો તોડી નાંખવા માટેની પરવાનગી, વેલ્‍યુએશન નક્કી કરવા ગાંધીનગર દરખાસ્‍ત કરેલી છે. ત્‍યાંથી મંજૂરી આવ્‍યેથી પીઆઇયું શાખા દ્વારા આગળની કામગીરી કરવામાં આવશે.

Related posts

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

દાનહઃ ખાનવેલના મામલતદારે ગેરકાયદેસર રીતે ઘઉંનો જથ્‍થો ભરેલ બે ટેમ્‍પોને ઝડપી પાડયા

vartmanpravah

દાનહના ગુલાબ રોહિત સહિત ડિરેક્‍ટરોની મુંબઈ મરીન ઇંસ્‍ટીટયુટમાં ટ્રેનિંગ

vartmanpravah

વાપીના સીએની ક્‍લાઈન્‍ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

Leave a Comment