April 30, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

વી.આઈ.એ.ને પણ તાકીદે સ્‍કેપ ડુંગરા-કરવડના ભંગાર ગોડાઉનમાં ન મોકલવા જણાવાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી વિસ્‍તારમાં છેલ્લા બે સપ્તાહથી ભંગારના ગોડાઉનોમાં લગાતાર આગ લાગવાના બનાવોને ધ્‍યાને લઈ જી.પી.સી.બી. પણ એકશન મોડમાં આવી છે. ભંગારના ગોડાઉનોની પરવાનગી અંગેની નકલો જી.પી.સી.બી.એ મંગાવી છે.
ગુજરાત પોલ્‍યુશન કન્‍ટ્રોલ બોર્ડ વાપી દ્વારા એક લેખિત સરક્‍યુલર ચીફ ઓફિસર વાપીનગરપાલિકા, સરપંચશ્રી કરવડ ગ્રામ પંચાયત, વી.આઈ.એ.માં પાઠવાયો છે અને જણાવાયું છે કે, પંચાયત કે પાલિકા દ્વારા ભંગાર ગોડાઉનો અંગે માલિકી પરવાનગી આપવામાં આવી હોય તેની નકલ જી.પી.સી.બી.ની ઓફિસમાં જમા કરાવવાની તાકીદ કરાઈ છે. તેમજ વી.આઈ.એ.ને જણાવાયું કે સ્‍ક્રેપ ભંગારના ગોડાઉનમાં નહી મોકલવાની ગોઠવણ કરવા જણાવ્‍યું છે. જે જે ગોડાઉનોમાં આગે લાગી છે, કોઈ માલિકીની જમીન છે તેમજ પંચાયત કે પાલિકા દ્વારા પરવાનગી અપાયેલ હોય તો તેની નકલ જી.પી.સી.બી.માં રજૂ કરવી. વી.આઈ.એ. ડુંગરાના ભંગારીયાઓને સ્‍ક્રેપ ન મોકલે તેની જાણ ઉદ્યોગપતિઓને કરે. જી.પી.સી.બી. પોલિસ, પંચાયત અને વી.આઈ.એ. વધુ જાગૃકતા દાખવે તો આગના બનાવો જરૂર અટકાવી શકાય.

Related posts

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

દિવાળી વેકેશનને લઈને ટ્રાફિક સંદર્ભે એસપીએ હોટલ એસોસિએશન સાથે યોજી બેઠક

vartmanpravah

વલસાડના સેવા મિત્ર મંડળ દ્વારા ૨૧૦૦૦ નોટબુકનું નિ:શુલ્ક વિતરણ, ૪૫૦૦ બાળકોને લાભ મળ્યો

vartmanpravah

રાજય ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં નવસારીના બે વિદ્યાર્થીઓ ઝળકયાં 

vartmanpravah

Leave a Comment