April 23, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

સૌથી વધુ ભાવ ગણદેવી સુગર 3361નો ભાવ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર

તસવીર અહેવાલ: દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
દક્ષિણ ગુજરાતની સુગર મિલોએ શનિવારના રોજ શેરડીના ટનદીઠ ભાવ જાહેર કર્યા હતા. જેમાં બારડોલી સુગર મિલે કોઈપણ જાતની આડપેદાશના ઉત્‍પાદન વગર બીજી સુગર મિલો કરતાં વધુ ભાવ જાહેર કરતાં ખેડૂત સભાસદોએ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. સૌથી વધુ ભાવ ગણદેવી સુગર મિલે 3361 અને બીજા નંબર પર બારડોલી સુગર મિલે 3203 રૂપિયાનો ભાવ પાડ્‍યો હતો. ગત વર્ષ કરતાં ભાવમાં 300થી 400 રૂપિયા ટનદીઠ વધારે જાહેર થતાં મહદ્‌અંશે ખેડૂતોએ રાહત અનુભવી હતી. જો કે, ખેડૂતોને વધુ ભાવની અપેક્ષા હતી જે પરિપૂર્ણ થઈ શકી ન હતી.
સામાન્‍ય રીતે દર વર્ષે 31મી માર્ચના રોજ વર્ષના આખરી દિને શેરડીના ભાવો નક્કી કરવાની પરંપરા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી નવું નાણાંકીય વર્ષ શરૂ થયા બાદ ભાવ નક્કી કરવામાં આવે છે. શેરડીના આખરના ભાવની જાહેરાત થવાની હોય દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા. શનિવારે બપોર બાદ એક પછી એક સુગર મિલોના ભાવો જાહેર થવાની શરૂઆત થઈ હતી. આ વખતે ખાંડ બજાર પણ હકારાત્‍મક રહ્યું હોવાથી સુગર મિલોનેખાંડના ભાવ પણ સારા મળ્‍યા છે. એટલુ જ નહીં મોલાસિસ, બગાસ જેવી આડપેદાશોના ભાવ પણ ગત વર્ષોની સરખામણીએ વધુ મળતા ખેડૂતોને શેરડીના ટનદીઠ ભાવ વધુ મળવાની આશા હતી. ગત વર્ષની સરખામણી તમામ સુગર મિલોએ 300 થી 450 રૂપિયા જેટલો ભાવ વધારે જાહેર કર્યો છે. જો કે ખેડૂત જે આશા રાખીને બેઠો હતો તે આ ભાવ કરતાં વધારે હતી. તેમ છતાં ખેડૂતોએ ભાવ સંતોષજનક હોવાનું માન્‍યું હતું. બીજી તરફ આ ભાવને જોતાં સરકારનું 2022માં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન શેરડી પકવતા ખેડૂતોના સંદર્ભમાં પોકળ સાબિત થયું હતું. સૌથી વધુ ભાવ ગણદેવી સુગર મિલે 3361 અને ત્‍યારબાદ બારડોલી સુગર ફેક્‍ટરીએ 3203 રૂપિયા પ્રતિ ટન જાહેર કર્યો હતો. સૌથી ઓછો ભાવ કામરેજ સુગર મિલે માત્ર 2727 જાહેર કર્યો હતો.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

ચેક રિટર્ન થવાના ગુના હેઠળ દમણ-દેવકાની પ્રતિષ્‍ઠિત હોટલ સી-રોક ઈનના માલિક જયશ્રી હર્ષદ પટેલ અને સંચાલક હર્ષદભાઈ પટેલને 6 મહિનાનીકેદની સજા

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

શ્રેષ્‍ઠ દમણવાડાના સર્જન માટે તમામના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરતા સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment