Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

  • કલેકટર ડો. રાકેશ મિન્‍હાસે તટસ્‍થ પારદર્શક ભયમુક્‍ત ચૂંટણી યોજવા લેવાઈ રહેલા પગલાંની આપેલી જાણકારી

  • લોક જન શક્‍તિ પાર્ટીનું ઉમેદવારી પત્રક રદ્‌: 13મી ઓક્‍ટોબરના 3 વાગ્‍યા બાદ ઉમેદવારોને એનાયત થનાર ચૂંટણી પ્રતિકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11
દાનહમાં લોકસભાની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરના રોજ યોજાનાર છે. જે માટે 28મી સપ્‍ટેમ્‍બરથી આચારસંહિતા લાગુ થઈ ગયેલ ઈલેક્‍શન કમિશન દ્વારા ફલાઈંગ સ્‍ક્‍વોડ ટીમ અને સ્‍ટેટિક સ્‍ક્‍વોડ ટીમ બનાવવામા આવી છે. જેઓ દ્વારા એક્‍સાઇઝ અને પોલીસ વિભાગને મોડલ કોડ ઓફ કન્‍ડક્‍ટ મુજબ રોકડ રૂપિયા અને લીકર જપ્ત કરવામા આવ્‍યા છે. 28 સપ્‍ટેમ્‍બરથી અત્‍યાર સુધીમાં 46 લાખ રૂપિયા રોકડા અને નવ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામા આવ્‍યો છે.
દાદરા નગર હવેલી કલેકટર અને ચુંટણી કમિશ્નર ડો. રાકેશ મિન્‍હાસે આવનાર ચૂંટણી સંદર્ભે વિશેષમાં જણાવ્‍યું હતું કે, ફોર્મચકાસણી દરમ્‍યાન દસમાંથી એક ફોર્મ રદ થયેલ છે જે લોક જનશક્‍તિ પાર્ટીનું છે જેનું પ્રપોઝલ નહી હોવાને કારણે ફોર્મ રદ થયેલ છે. ચૂંટણીને લગતી કોઈપણ ફરિયાદ હોય તો 1077 નંબર પર રજીસ્‍ટર કરાવી શકાશે.
ડો. રાકેશ મિન્‍હાસે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં અંદાજીત 258820 મતદારો છે ઈલેક્‍શન માટે 333 પોલિંગ બુથ બનાવવામા આવ્‍યા છે. રોકડ રકમ જે પકડાય છે એ માટે ત્રણ વ્‍યક્‍તિની કમિટી નક્કી કરવામાં આવી છે. જેઓ દ્વારા યોગ્‍ય દસ્‍તાવેજો ચેક કરવામા આવે છે. કલેક્‍ટરશ્રીએ સોશિયલ મીડિયા અંગે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, તેઓ કોઈપણ એક ઉમેદવાર માટે પ્રમોટ નહી કરી શકાશે. જો એવું કંઈપણ ધ્‍યાનમાં આવશે તો તેઓ સામે કોડ ઓફ કન્‍ડપ્ત મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
ચૂંટણીના દિવસે બુથની અંદર મીડિયાને કવરેજ કરવાની પરમિશન નથી. બુથની બહાર જ કવરેજ કરી શકાશે. 30મી ઓક્‍ટોબર સુધી કે 2જી નવેમ્‍બર સુધી કોઈપણ જાતનું એકઝીટ પોલ જાહેર કરી શકાશે નહીં
પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, ચૂંટણી સંદર્ભે 3 કંપની ફોર્સ આવી રહી છે. ત્‍યારબાદ પ્રદેશમાં ફલેગ માર્ચનું આયોજન કરાશે. દરેક પોલિંગ સ્‍ટેશન પર ટીમોને તૈનાત કરવામાંઆવશે.

Related posts

ખાંભડા ગામે લાયબ્રેરીના અદ્યતન મકાન માટે સરપંચ સહિત આગેવાનો દ્વારા ખાતમુહૂર્ત કરતા સ્‍થાનિકોમાં ખુશી ફેલાઈ

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે અયપ્‍પા મંદિરના ‘પ્રતિષ્‍ઠા દિનમ મહોત્‍સવ’માં લીધેલો ભાગ

vartmanpravah

દાનહના અથોલા ગામે નહેરમાં ન્‍હાવા પડેલ યુવાન તણાયો

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

Leave a Comment