Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.20: તા.20-09-2022 ને મંગળવારના રોજદીવ જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયાના નેતૃત્ત્વ હેઠળ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં રાજભાષા વિભાગ દીવ દ્વારા હિન્‍દી પખવાડિયાની ઉજવણી નિમિત્તે હિન્‍દી નિબંધ લેખન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં માધ્‍યમિક, ઉચ્‍ચત્તર માધ્‍યમિક તેમજ મહાવિદ્યાલય એમ ત્રણ વિભાગમાં દીવ જિલ્લાની દરેક શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ સ્‍પર્ધામાં રાજભાષા વિભાગના વરિષ્ઠ અનુવાદક શ્રી શંકરસિંહ, હિન્‍દી ટાઇપ રાઇટર શ્રી અશોક ભંડારી, શાળાના પ્રભારી પ્રાચાર્ય શ્રી વિજય બામણીયા, તેમજ વિવિધ શાળાના હિન્‍દી શિક્ષકો પૈકી આરાધના બહેન સ્‍માર્ટ, મનહરભાઈ, અશોકભાઈ, અમીના બહેન, અનિલભાઈ, બીના બહેન ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દીવમાં કોંગ્રેસની સભ્‍ય સંખ્‍યા વધારવા પીઆરઓ વિજ્‍યા લક્ષ્મી સાધોએ કાર્યકર્તાઓને કરેલો અનુરોધ

vartmanpravah

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

vartmanpravah

કલીયારીના કુવામાંથી આહવાના પુરૂષની લાશ મળી

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકાકક્ષાની વ્યક્તિ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે

vartmanpravah

પારડી તાલુકાના ધગડમાળ, ડેહલી અને અરનાલા ગામોમાં રૂા.72.50 લાખના વિકાસના કામોને મંજૂરી

vartmanpravah

Leave a Comment