Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ઊંડાણના વિસ્‍તારોમાંથી દરરોજ રોજીરોટી માટે સેલવાસ આવતા રોકડિયા મજૂરોની યુવા નેતા સની ભીમરાએ સાંભળેલી વ્‍યથા

  • દાનહની મુક્‍તિના 70 વર્ષ દરમિયાન પણ ઊંડાણના આદિવાસી વિસ્‍તારોની હાલત જસની તસ

  • યુવા નેતા સની ભીમરાએ રોકડિયા મજૂરો માટે શ્રમયોગી પ્રસાદ યોજના શરૂ કરાવવા પ્રશાસકશ્રીને રજૂઆત કરવા આપેલું આશ્વાસન

  • મોદી સરકારના આગમન બાદ ઘરઆંગણે રોજગારીની ઉભી થયેલી તકોનું આપેલું માર્ગદર્શનઃ વિવિધગરીબલક્ષી યોજનાઓની પણ આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08 : આજે દાદરા નગર હવેલીના પ્રસિદ્ધ ધારાશાષાી અને પ્રદેશના યુવા નેતા શ્રી સની ભીમરાએ તેમની ટીમ સાથે સેલવાસ મસ્‍જિદની પાસે રોકડિયા મજૂરોની મુલાકાત કરી તેમની સમસ્‍યા અને સંઘર્ષની જાણકારી મેળવી હતી. મોટાભાગે રોકડિયા મજૂરો દાદરા નગર હવેલીના ઊંડાણના ગામોથી દરરોજ સેલવાસ ખાતે આવતા હોય છે. જે પૈકીના કેટલાક ખુલ્લી જગ્‍યાએ પડાવ પાડીને પણ રહેતા હોય છે.
દાદરા નગર હવેલીના યુવા નેતા શ્રી સની ભીમરાએ સેલવાસ મસ્‍જિદ પાસે રોકડિયા મજૂરોની વેદના સાંભળી હતી. આ મજૂરોએ ખુબ જ વ્‍યથા સાથે જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીના ઊંડાણના ગામોમાં રોજગારી નહીં મળતી હોવાથી તેની શોધમાં સેલવાસ, વાપી કે દમણ સુધી જવાની ફરજ પડતી હોય છે. તેઓએ જણાવ્‍યું હતું કે, સવારે 3-4 વાગ્‍યે ઉઠી સેલવાસ આવવું પડે છે. વર્ષોથી સેલવાસ મસ્‍જિદ પાસે રોકડિયા મજૂરોનું એક અઘોષિત સ્‍ટેન્‍ડ બનેલું છે. પરંતુ આ સ્‍ટેન્‍ડ પાસે પાણીની કોઈ સુવિધા નથી કે સાર્વજનિક શૌચાલયની સગવડ પણ અત્‍યાર સુધી ઉભી કરાઈ નથી. ચોમાસાના સમય દરમિયાન ઉભા રહેવા માટે કોઈ છત નહીં હોવાથી ખુબ જ પરેશાનીનો સામનો કરવા પડતો હોય છે. દ્વિચક્રી વાહનમાંઆવતા મજૂરો માટે કોઈ નિર્ધારિત પાર્કિંગની જગ્‍યા પણ નિヘતિ નથી કરાઈ. જેના કારણે ભારે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે.
દાનહના પ્રસિદ્ધ ધારાશાષાી અને પ્રદેશના યુવા નેતા શ્રી સની ભીમરાએ રોકડિયા મજૂરોની વ્‍યથાને ખુબ જ સંવેદનશીલતાથી સાંભળી હતી. તેમણે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા થઈ રહેલા વિવિધ રોજગારલક્ષી કામોની પણ જાણકારી આપી હતી.
શ્રી સની ભીમરાએ પ્રદેશમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા બાંધકામના વ્‍યવસાય સાથે જોડાયેલા મજૂરો અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓ માટે શરૂ કરાયેલ ‘શ્રમયોગી પ્રસાદ’ યોજના શરૂ કરાવવાનું આશ્વાસન આપ્‍યું હતું. જે અંતર્ગત શ્રમિકોને રૂા.5 અને 10ના રાહત દરે નાસ્‍તા તથા બપોરનું ભોજન મળી શકતુ હોય છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસીઓની હાલતમાં કોઈ મોટો સુધારો હજુ થયો નથી. ત્‍યારે શ્રી સની ભીમરા જેવા શિક્ષિત યુવાનોએ સંભાળેલા મોરચાથી પ્રદેશમાં વંચિત વર્ગને ન્‍યાય મળશે એવી આશા પ્રબળ બની છે.

Related posts

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

vartmanpravah

ચીખલી રાનકુવા ચાર રસ્‍તા સર્કલ પાસેથી ખારેલ-ધરમપુર માર્ગ પર ભારે વાહનોની અવર જવરથી અવાર નવાર સર્જાતી ટ્રાફિકની સમસ્‍યા

vartmanpravah

પ્રેમનો કરૂણ અંજામ:  પારડીના નેવરી ગામે પ્રેમિકાએ ફાંસો ખાતા પ્રેમીએ પણ ડહેલી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દીવ સેન્‍ટ પોલ ચર્ચ ખાતે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે ખ્રિસ્‍તી સમુદાયના લોકો દ્વારા પ્રોસેશન તથા પ્રાર્થના કરવામાં આવી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

Leave a Comment