July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દમણ રાજય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા નીચે મુજબની મફત કાનૂની સેવાઓ આપવામાં આવે છે. જેનો ઘરે ઘરે જઈ પ્રચાર કરવામાં આવ્‍યો હતો
જેમાં મફત કાનૂની સેવાઓમાં મફન કાનૂની સહાય સલાહ કચેરી, રિમાંડ વખતે મફત વકીલની સહાય, મધ્‍યસ્‍થતા, પેનલ વકીલની સહાયતા, રાષ્‍ટ્રીય લોક અદાલત, કાયમી લોક અદાલત, લીગલ એઈડ ક્‍લિનીક, (દરેક ગ્રામ પંચાયતનો કચેરીમાં ઉપલબ્‍ધ), કાનૂની સ્‍વયંસેવકો (દરેક ગ્રામ પંચાયતોની કચેરીમાં ઉપલબ્‍ધ) છે. આ કાનૂની સેવાઓસ્ત્રીઓ અને બાળકો, અનુ. જાતિ/ અનુ. જનજાતી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત જાતિના લોકો, ઔદ્યોગિક મજૂરો, મોટી આપત્તિઓ, હિંસા, પૂર, ધરતીકંપ, દુકાળ, ઔદ્યોગિક આપત્તિઓના લોકો, વરિષ્‍ઠ નાગરિકો, વિકલાંગો, રૂા. 1,00,000/-થી ઓછી આવક ધરાવતા ગરીબ લોકો, બેરોજગાર અને ગેરકાનૂની માનવ વેપારના શિકાર લોકો, માનસિક બિમાર અને માનસિક અશક્‍તગ્રસ્‍ત વ્‍યક્‍તિઓ, એસિડ હુમલાના પીડિતો મેળવવા પાત્રતા ધરાવે છે. જેમાં રાષ્‍ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ યોજનાઓમાં હેરફેરનો ભોગને જાતિય શોષણ યોજના ર01પ, અસંગઠીત ક્ષેત્રના શ્રમિકો માટે કાનૂની સેવાયોજના ર0ર1પ, બાળકો માટે બાળ મૈત્રીપૂર્ણ કાનૂની સેવા અને તેમના રક્ષણની યોજના ર01પ, માનસિક બીમાર અને માનસિક વિકલાંગ વ્‍યકિત માટે કાનૂની સેવા યોજના ર01પ, ગરીબી નાબૂદી અસરકારક અમલીકરણ યોજના ર01પ, આદિવાસી અધિકારના રક્ષણ અને અમલની યોજના 2015, કેફી દવાઓના દુરપયોગ અને દવાની આડ અસરથી પીડિત માટે કાનૂની સેવા યોજના ર01પ, તેજાબ દ્વારા હુમલાના ભોગ બનનાર માટે કાનૂની સેવા ર016, વરિષ્‍ઠ નાગરિકને કાનૂની સેવા ર016, આપત્તિ ભોગ બનનારને કાનૂની સેવા યોજનાનો સમાવેશ થાય છે.
ઉપરોક્‍ત તમામ સેવાઓનો લાભ લેવા માટે જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણની કચેરી, સિવિલકોર્ટ, દમણ અથવા ફોન નંબર 0260-2230087નો દમણ જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો

vartmanpravah

પેનાસોનિક કંપની તરફથી અક્ષયપાત્ર ફાઉન્‍ડેશન દ્વારા ભીમપોર આશ્રમશાળા તથા વરકુંડ સ્‍કૂલમાં અભ્‍યાસ કરતાં સરકારી શાળાના વિદ્યાર્થીઓને હેપ્‍પીનેસ કીટનું વિતરણ કર્યું

vartmanpravah

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

સમયાંતરે બંધ રહેતો ઉદવાડા રેલવે ફાટક કાલથી ફરી 20 દિવસ માટે બંધ

vartmanpravah

Leave a Comment