December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કંપનીમાંથી સાયકલ ઉપર આવીલ રહેલ કામદારનું કારે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

કંપનીથી કામદાર રાહુલ તુલસીરામ પાલ મોડી રાતે સાયકલ પર ઘરે આવતો હતો ત્‍યારે કારે અડફેટે લીધો : કાર ચાલક ફરાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર રવિવારે રાતે અરેરાટી ભર્યો અકસ્‍માત સર્જાયો હતો. કંપનીમાં ફરજ ઉપરથી સાયકલ ઉપર ઘરે જઈ રહેલ કામદારની સાયકલને બેફામ આવી રહેલ કારે ટક્કર મારી દેતા કામદાર સાયકલ સવારનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માતમાં કાર અને સાયકલનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો. કાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો.
અરેરાટી ભરેલા અકસ્‍માતની વિગતો મુજબ વાપી જીઆઈડીસીફેબ્રીકેશન નામના યુનિટમાં 23 વર્ષિય રાહુલ તુલસીરામ પાલ ફરજ બજાવતો હતો. રવિવારે રાતે કંપનીમાં ફરજ પુરી કરી સાયકલ ઉપર ઘરે આવવા નિકળ્‍યો હતો ત્‍યારે ચણોદ કોલોની ચાર રસ્‍તા ઉપર કાર નં.જીજે 15 સીએલ 0994ના ચાલકે સાયકલને જોરદાર ટક્કર મારી દીધી હતી. સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં સાયકલ સવાર કામદાર રાહુલનું ઘટના સ્‍થળે જ કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માત બાદ ચાલક કાર મુકીને નાસી ગયો હતો. જીઆઈડીસી પોલીસે સાયકલ અને કાર પો.સ્‍ટે.માં લાવી ફરાર કાર ચાલકની તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહ એક્‍સાઇઝ વિભાગ દ્વારા ત્રણ જગ્‍યા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો જપ્ત કરાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

vartmanpravah

દમણ અને દીવ તેની આઝાદીથી જ રાષ્‍ટ્રપતિ શાસન હેઠળઃ સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

ભીલાડ પોલીસ મથકમાં કથિત પત્રકારો સામે ખંડણીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment