October 23, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા તા.20/10/2021 ના રોજ, ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓ માટે સન્‍માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમ સમાજ કલ્‍યાણ વિભાગના સચિવ શ્રીમતી પૂજા જૈનના સક્ષમ માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત, સભાગળહ, માટી દમણ ખાતે નાયબ સચિવ શ્રી જતીન ગોયલના નેતળત્‍વ હેઠળ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય અનાથ અને એકલ માતાપિતાની જેમ સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોને પ્રોત્‍સાહિત કરવા અને તેમને જોડવા માટે શૈક્ષણિક કીટ પૂરી પાડવાનો છે. આ પ્રસંગે સમાજ કલ્‍યાણ વિભાગના ઉપસચિવ શ્રીજતીન ગોયલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે બાળ સંરક્ષણ સમિતિ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવકુમાર પંડ્‍યાએ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા સમાજ કલ્‍યાણ વિભાગ ઉપ સચિવ અને ઉપસ્‍થિત તમામ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓને મૌખિક અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, આ વર્ષે વિભાગ દ્વારા કુલ 1543 બાળકો કે જેમને સંભાળ, સુરક્ષા અને જરૂરિયાત એવા તમામ બાળકોને શૈક્ષણિક સામગ્રીની કિટ આપવામાં આવી છે.
આ સદર્ભમાં મુખ્‍ય અતિથિ સમાજ કલ્‍યાાણ વિભાગના ઉપ સચિવ શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, તેમણે ‘કોર્પોરેટ સામાજિક જવાબદારી’ હેઠળ સહકાર આપનારા અને ઉપસ્‍થિત તમામ કંપનીઓના પ્રતિનિધિઓની પ્રશંસા કરી હતી અને તેમણે જણાવ્‍યું હતું કે, આ કામોમાં તેમનો સહયોગ ચાલુ છે અને ભવિષ્‍યમાં પણ ચાલુ રહેશે. જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપીને શિક્ષણ માટે પ્રોત્‍સાહન મળી રહે છે. ‘કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી’ હેઠળ વધુ કંપનીઓ આગળ આવે.
કાર્યક્રમના અંતમાં સમાજ કલ્‍યાણ વિભાગના ઉપ સચિવના હસ્‍તે સભાખંડમાં ઉપસ્‍થિત કંપનિઓના પ્રતિનિધિઓને ‘પ્રશસ્‍તિ પત્ર’ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યાહતા. જેમાં રિયલ પ્‍લાસ્‍ટિક્‍સ કંપનીના શ્રી કે.પી.સંતોષ, હોમ લાઈન પ્રોડક્‍ટસના શ્રી અલ્‍પેશ દેસાઈ, ફલેયર રાઈટીંગ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડના શ્રી સુશાંત સિંઘ, નયાસા સુપર પ્‍લાસ્‍ટના શ્રી અનંત પટેલ, બિગ સેલોના અબુબરાક અને અમિત ચોપરા, ઓલ ટાઈમ્‍પ પ્‍લાસ્‍ટિક્‍સના રંજના દેશપાંડે અને શ્રી પ્રદિપ પાટીલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ સંરક્ષણ સમિતિ અને ચાઈલ્‍ડ લાઈનની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી નેશનલ હાઈવે જલારામ મંદિર સામે મળસ્‍કે ઉભેલી ટેન્‍કરને ટેમ્‍પો ભટકાતા અકસ્‍માતમાં ભીષણ આગ લાગતા ટેમ્‍પો ચાલક ભડથું

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર દિલધડક અકસ્‍માત સર્જાયોઃ કાર ઉપર કન્‍ટેઈનર પલ્‍ટી મારી જતા કાર છુંદાઈ ગઈ

vartmanpravah

Leave a Comment