(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયની સ્વાયતસંસ્થા નેહરુ યુવા કેન્દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ર0 ઓક્ટોબર, ર0ર1ના રોજ ક્લીન ઈન્ડિયા અભિયાન અંતર્ગત ભીમપોરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશભરમાં સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને કલેક્ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આ ક્લીન ઈન્ડિયા પ્રોગ્રામ 01થી 31 ઓક્ટોબર સુધી આયોજીતકરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર સંગઠન અને રાષ્ટ્રીય સેવા યોજનાના યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ યુવાઓએ 100 કલાક સુધી શ્રમદાન કરવા અને અન્ય યુવાઓને પણ પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યારબાદ યુવાઓએ ભીમપોર ગામમાં સફાઈ કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી છુટકારો મેળવવાનો અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવાનો છે.
આ કાર્યક્રમમાં ભીમપોર પંચાયતના પંચાયત સચિવ અને અન્ય કેટલાક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજનમાં જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસ અને રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક શ્રી હર્ષિલ, શિવાની, ધૃવ અને સ્નેહાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Previous post