Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડની યુવતી સાથે મિત્રતા કેળવી અશ્‍લિલ વીડિયો બનાવી બ્‍લેક મેઈલ કરતો હૈદરાબાદનો આરોપી ઝડપાયો

  • યુવતી સાથે ઈન્‍સ્‍ટ્રાગ્રામ ઉપર ફોલોઅર્સ વધારી આર્થિક વળતર આપવાની લાલચ આપી હતી : આરોપી એમ.ડી. મસુદ ઉલહકને પોલીસે ઝડપી લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28
સોશિયલ મીડિયા થકી યુવતી સાથે મિત્રતા કેળવી જુદી જુદી વાતોમાં ફસાવી, બદનામ, બરબાદઅને આર્થિક, શારિરીક શોષણ તેમજ બ્‍લેકમેઈલ કરવાની ઘટનાઓ વધી રહી છે. તેવી ઘટના વલસાડની યુવતિ સાથે ઘટના સાઈબર ક્રાઈમ પોલીસમાં યુવતિની ફરિયાદ બાદ હૈદરાબાદના આરોપીને આબાદ રીતે ઝડપી પાડયો હતો.
વલસાડની યુવતિ હૈદરાબાદના આરોપી યુવક એમ.ડી.મસુદ ઉલહક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી હતી. આરોપીએ ઈન્‍સ્‍ટ્રાગ્રામ ઉપર 1000 ફોલોઅર્સ વધારવાની આર્થિક લાલચ આપી યુવતિ સાથે મિત્રતા કેળવી લીધી હતી. ત્‍યારબાદ અશ્‍લિલ વીડિયો બનાવીને રીતસરની ધમકી આપવા લાગેલો. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમની માંગણી કરેલી તેથી યુવતીએ અંતે વલસાડ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકીનકલ રીતે તપાસ કરતા મસુદે 1પ જેટલા સોશિયલ મીડિયા એકાઉન્‍ટ બનાવી અન્‍ય ચાર યુવતિના વીડિયો પણ બનાવી લીધાનું તપાસમાં બહાર આવ્‍યું હતું.
અંતે પોલીસે યુવતિ દ્વારા રૂપિયા આપવાની લાલચ અપાવીને વલસાડ બોલાવેલ. આ છટકામાં આરોપી આબાદ રીતે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે જાહેર અપીલ કરી છે કે અજાણી વ્‍યકિતઓ સાથે સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવવું નહીં ખાસ કરીને યુવતી માટે ખુબ જોખમી બની શકે છે.

Related posts

વહેલી સવારે ટ્રેલર ચાલકને ઝોકું આવી જતા આગળ જતી ટ્રક પાછળ ઘુસ્‍યું ટ્રેલર

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં બે અકસ્‍માત : કાર ચાલકે બાઈક ચાલક યુવકને 100 મીટર ઘસડયો : ટ્રકે રીક્ષાને ટક્કર મારી 4 ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

સામરવરણી નજીક કાર દ્વારા સાયકલસવાર સાથે અકસ્‍માત સર્જી ભાગી રહેલા બુટલેગરોને દાનહ પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા: હુન્‍ડાઈ વેન્‍યુ કાર સહિત રૂા.11લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

Leave a Comment