Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: કપરાડા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે ભાજપે મેન્‍ડેડમાં નામ જાહેર કર્યા બાદ આજે તાલુકા પંચાયતની મળેલી સમાન્‍ય સભામાં પ્રાંત આધિકારી કેતુલ ઈટાલીયા દ્વારા બિનહરીફ તરીકે રહેલા પ્રમુખ તરીકે હીરાબેન પરભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામ ગુરવના નામની જાહેરાત કરતા કપરાડા તાલુકા પંચાયતના તમામ સભ્‍યોએ તેમને આભિનંદન પાઠવ્‍યા હતા. તાલુકા પ્રમુખ રમેશ ગાંવિત અને એપીએમસી ચેરમેન અને મુકેશભાઈ પટેલ સહીતના સભ્‍યોએ નવા વરાયેલા પ્રમુખને પુષ્‍પ હાર પહેરાવીને શુભેચ્‍છા પાઠવી હતી. આ સાથે જ કારોબારી ચેરમેન તરીકે સુલોચનાબેન જયેશભાઈ કુરકુટીયા, પક્ષના નેતા તરીકે સંદીપ કુમાર લક્ષ્મણભાઈ ચવરા, દંડક તરીકે ભગીરથભાઈપોટીયાભાઈ ગાંવિતના નામોની વરણી કરવામાં આવી છે.
કપરાડા તાલુકા પંચાયત બહાર આજે તમામ સભ્‍યોની હાજરીમાં ફટકડા ફોડી સુત્રોચ્‍ચાર સાથે નવા પ્રમુખને શુભેચ્‍છા આપવા માટે અનેક સભ્‍યો સરપંચો તેમજ અનેક આગેવાનો પણ હાજર રહ્યા હતા. તમામે નવા પ્રમુખને અને ઉપ પ્રમુખને શુભેચ્‍છા પાઠવી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા નવા પ્રમુખ હીરાબેને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર વ્‍યક્‍ત કરી પાર્ટીએ જે જવાબદારી આપી તેના ઉપર ખરા ઉતરવા તેમજ કપરાડામાં આધુરા રહેલા તમામ વિકાસના કાર્યોને ગતિ આપવા તેમજ તમામ સભ્‍યોને સાથ સહકાર સાથે આગામી અઢી વર્ષ પૂર્ણ કરવા માટેની વાત કરી હતી.
આજે તાલુકા પંચાયત કપરાડા ખાતે મોટી સંખ્‍યામાં અનેક ગામના અગ્રણીઓ તેમજ સરપંચો તાલુકા પંચાયતના સભ્‍યો સહીત અનેક લોકોએ હાજરી આપી હતી.

Related posts

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah

દમણથી દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરીનો પર્દાફાશ બોટ બગડતા ઉદવાડા દરિયા કિનારે 6 આરોપીની ધરપકડ કરી પારડી પોલીસે દારૂ અને બે બોટ મળી રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah

‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024′ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

Leave a Comment