January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માતો ઠપકો આપતા વાપી નૂતનનગર મુરલીધર સોસાયટીમાં રહેતો 15 વર્ષિય કિશોર ઘરેથી ચાલી ગયો

રિશુ તિવારી ઉ.વ.15 બાળકો સાથે ઝઘડતો હતો તેથી માતાએ ઠપકો આપ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી નૂતનનગરમાં આવેલ મુરલીધર સોસાયટી-બી બિલ્‍ડિંગમાં રહેતો 15 વર્ષિયકિશોર માતાએ ઠપકો આપતા ગત સોમવારના રોજ ઘરેથી ચાલી જતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી.
વાપી નૂતનનગર મુરલીધર સોસાયટી-બી બિલ્‍ડિંગ ફલેટ નં.205 માં રહેતા જીતેન્‍દ્ર તિવારીનો પૂત્ર રિશુ તિવારી સોમવારે ઘરેથી ચાલી ગયો હતો. જેમાં બન્‍યુ એવુ હતું કે રિશુ બાળકો સાથે ઝઘડો કરતો હતો તેથી માતાએ ઠપકો આપેલ. જેથી રિશુને માઠું લાગતા એકાએક કોઈને કહ્યા વગર ઘરેથી ક્‍યાંક ચાલી ગયો હતો. રાત સુધી રિશુ ઘરે નહિ આવતા પરિવારજનોએ શોધ કરી પણ મોડી રાત સુધી પરત નહી આવેલ તેથી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. રિશુના પપ્‍પા જીતેન્‍દ્ર તિવારી ઘરે નહોતા, અયોધ્‍યા દર્શન કરવા નિકળેલા, ઘરે માતા અને બાળકો એકલા હતા તેથી ચિંતા વધી ગઈ હતી. શોધખોળ કરનાર અન્‍ય કોઈ નહોતું. બીજા દિવસે જલારામ સોસાયટીના એક સીસીટીવીમાં કિશોર રોડ ઉપર જતો દૃશ્‍યમાં દેખાયો હતો. અન્‍ય સીસીટીવીની તપાસ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
ત્રણ દિવસ પસાર થયા છતાં રિશુ તિવારી મળી આવેલ નથી. માહિતી મળે તો ટાઉન પોલીસને જણાવવા જાહેર વિનંતિ કરાઈ છે.

Related posts

વલસાડ અનાવિલ સમાજ દ્વારા વાર્ષિક સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

Leave a Comment