October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ ઍવોર્ડ સન્‍માન તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પ યોજાયો

જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: તારીખ 31 માર્ચ 2024 ના શુભ દિવસે આયુષ હોસ્‍પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્‍સ સન્‍માન સત્‍કાર સમારોહ તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ આયોજનમાં મુખ્‍ય અતિથિ તરીકે શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મિનિસ્‍ટર ફાઈનાન્‍સ, એનર્જી અને પેટ્રોલ કેમિકલ્‍સ તથા ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે શ્રી આર. આર. રાવલ, સેક્રેટરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી એમ. એમ. પ્રભાકર, એક્‍સ ડિન એન્‍ડ સુપ્રિટેન્‍ડેન્‍ટ સિવિલ હોસ્‍પિટલ અમદાવાદ તથા શ્રી કપિલ સ્‍વામીજી, મેનેજિંગ ટ્રસ્‍ટી, સલવાવ સ્‍વામિનારાયણ એજ્‍યુકેશનલ ટ્રસ્‍ટ હાજર રહ્યા હતા.
આયુષ ઓનર્સ એવોર્ડ્‍સ સન્‍માન સરકાર સમારોહમાં લાઈફ ટાઈમ એચિવમેન્‍ટએવોર્ડ શ્રી એમ. એમ. પ્રભાકરને આપવામાં આવ્‍યો હતો તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ શ્રી અમિતભાઈ મહેતા, સીઈઓ, માં ફાઉન્‍ડેશનને આપવામાં આવ્‍યો હતો. પત્રકારત્‍વ તથા પ્રિન્‍ટ મીડિયાના વ્‍યવસાયમાં અગ્રણી તથા ઉત્તમ કામ બદલ એન. વી. ઉકાણી સાહેબને સન્‍માનિત કર્યા હતા તથા કલા, સંસ્‍કળતિ અને સંગીતના પ્રમોશન બદલ સ્‍પંદન ફાઉન્‍ડેશનને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. સ્‍ટાર્ટ અપ ફાઉન્‍ડર કોમ્‍યુનિટી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન બદલ સ્‍ટાર્ટઅપ વાપી ફાઉન્‍ડેશનને સન્‍માનિત કરવામાં આવ્‍યું હતું તથા સામાજિક જાગૃતિ, તંદુરસ્‍ત જીવન તથા આધ્‍યાત્‍મિક જીવનના ક્ષેત્રમાં ઉત્‍કળષ્ટ કાર્ય બદલ બ્રહ્માકુમારી રશ્‍મિબેન પ્રજાપિતાને સન્‍માનિત કર્યા કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ખેલ ક્ષેત્રમાં મેરાથુન રેસમાં સતત 12 કલાકથી વધુ સમય માટે દોડી અને 100 કિલોમીટર કરતાં વધુ અંતર કાપીને મેરાથોન દોડમાં પ્રથમ આવેલા વાપીના શ્રી ઉજ્જવ ડ્રોલિયાનુ સન્‍માન શ્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મિનિસ્‍ટર દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન પાર્થિવ મહેતા દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ ઉત્‍સવમાં ઉદ્યોગપતિઓ, ડોક્‍ટર ફર્ટિલનીટી, બ્‍લડ ડોનર્સ, શુભચિંતકો તથા હિતેચ્‍છુઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો તથા બ્‍લડ ડોનેશનકેમ્‍પમાં 125 થી વધુ યુનિટ એકત્રિત કરવામાં સફળ યોગદાન આપ્‍યું હતું.

Related posts

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

પારનેરા ડુંગર જંગલ વિસ્‍તારમાં આગ લાગી: ગ્રામજનોએ રંગ રાખ્‍યો, મહેનત કરીને આગ બુઝાવી

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

છઠ્ઠી રાષ્‍ટ્રીય કેમ્‍પો ચેમ્‍પિયન શિપમાં ગુજરાત રાજ્‍યના વિદ્યાર્થીઓ ઝળકયાં

vartmanpravah

Leave a Comment