October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

  • સરપંચ હિતાક્ષીબેન પટેલે ઘેલવાડ ગ્રામ પંચાયતના વિકાસની રજૂ કરેલી બ્‍લ્‍યુ પ્રિન્‍ટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
આજે દમણજિલ્લાની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મજયંતિના ભાગરૂપે ‘ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન’ અંતર્ગત ‘સબકી યોજના, સબકા વિકાસના 2022-23’ના એક્‍શન પ્‍લાનને મંજુર કરવા સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન જિજ્ઞેશકુમાર પટેલના અધ્‍યક્ષ સ્‍થાને એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લાની એક માત્ર સંપૂર્ણ મહિલા ગ્રામ પંચાયત ઘેલવાડની ગ્રામસભામાં અધ્‍યક્ષ સ્‍થાનેથી બોલતા સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલે 2022-23 દરમિયાન પંચાયતના સર્વાંગી વિકાસની બ્‍લ્‍યુ પ્રિન્‍ટ રજૂ કરી હતી. તેમણે ઘેલવાડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પીડબલ્‍યુડી દ્વારા નળ મારફત આપવામાં આવતા પાણીનો પુરવઠો ઓછો પડતો હોવાથી તેને દિવસમાં બે વખત આપવા ભલામણ કરી હતી. સરપંચ શ્રીમતી હિતાક્ષીબેન પટેલે સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષની જાળવણી તથા રોડના કામો સમયસર પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે મોદી સરકાર દ્વારા આપવામાં આવતા મફત રાશન તથા કોવિડ-19ના ટીકાકરણની બાબતમાં પ્રકાશ પાડયો હતો.
દમણના બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ ગ્રામસભાનો હેતુ વિગતવાર સમજાવતા જણાવ્‍યું હતું કે, ગામના વિકાસનો પાયો ગ્રામસભા દ્વારા જ નક્કી થતો હોય છે. ગ્રામસભા દ્વારા મંજુર કરાયેલા પ્‍લાનને‘સબકી યોજના સબકા વિકાસ-2022-23′ માં લાગુ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
પ્રારંભમાં ઘેલવાડ ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી આનંદકુમાર પંચાલે ગ્રામસભાની કાર્યસૂચી મુજબ ગત વર્ષનો ફિઝીકલ પ્રોગ્રેસ, ફંડ યુટીલાઈઝેશન, ચાલુ વર્ષની યોજનાઓનું અમલીકરણ તથા અગામી વર્ષના એક્‍શન પ્‍લાનની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાન પંચાયતીરાજ દ્વારા નક્કી કરવામાં આવેલ 29 વિષયો / યોજના હેઠળ તૈયાર કરી ગ્રામસભામાં ગ્રામજનોની સાથે ચર્ચા-વિચારણા કરી ઘેલવાડ ગ્રામ પંચાયતના વિકાસ માટે મંજુર કરવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્‍યો ઉપરાંત ગામના આગેવાન શ્રી ગુલાબભાઈ પટેલ, શ્રી રાહુલભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી ભરતભાઈ પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ એસ.ટી. બસ ડેપોનું કામ છ વર્ષથી મંદગતિથી ચાલતું હોવાથી મુસાફરો પરેશાન

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

ધરમપુર પાસે વહેતી સ્‍વર્ગ વાહિની નદી પુલ બનાવવાની ખોરંભે પડેલી કામગીરી શરૂ કરવાની માંગ

vartmanpravah

Leave a Comment