October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નુ છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.
મહારાજ ઉમંગભાઈ પંડયા દ્વારા રામુભાઈ પટેલ, ભારતીબેન રામભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, શકુંતલાબેન રમેશભાઈ પટેલ અને ગામના અગ્રણી ભાવિક ભક્‍તો દ્વારા ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું છે.
પૂર્વજોના પુણ્‍ય પ્રતાપે બાલચોંડી તથા આજુ-બાજુના ગામના સહયોગથી પાવનકારી ગંગાજીની ધારા અને બ્રહ્મલીન અખંડાનંદ મહારાજની પ્રેરણાથી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પોથી યાત્રા મંગળવાર તા.09-01-2024 ના દિને સવારે 9.00 કલાકે શ્રી ભવાની માતા મંદિર બાલચોંડીથી નીકળી કથા સ્‍થળે પહોંચશે.
તા.9 મી જાન્‍યુઆરી 2024 થી સોમવાર તા.15 મી જાન્‍યુઆરી 2024 કથા સમય સવારે 9.45 થી બપોરે 1.00 પાવન પ્રસંગે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા” છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે.ગુલાબભાઈ પટેલ હરેશભાઈ પટેલ રાજેશભાઈ પટેલ સૌ ધર્મ પ્રેમી ભાવિક ભક્‍તજનોને કથાનું અમૃત રસ પાન કરાવવા હાર્દિક સ્‍નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

દાનહઃ ખેરારબારીના લોકો પાણી માટે ખનકી પર નિર્ભર

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

Leave a Comment