Vartman Pravah
Breaking Newsગુજરાત

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

  • તા. 15મી નવેમ્‍બરે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીથી નીકળી તા.19મી નવેમ્‍બરે દેવલી માડી ખાતે સમાપન થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.18
આદિવાસીઓના દેશ ભારતમાં અનેક વરસોથી આદિવાસી ઓ પર અનેક રીતે અત્‍યાચાર થતા આવ્‍યા છે.
ઈ.સ.1765માં બકસરની લડાઈની બાદ બ્રિટીસોએ મહેસુલ લેવાનું ચાલુ કરતા આદિવાસીઓએ તિલકામાંઝીના નેતૃત્‍વમાં શરૂ થયેલ સઘર્ષ 1895માં બિરસા મુંડાના નેતળત્‍વમાં ઉલગુલાન (સંપૂર્ણ ક્રાંતિ) આંદોલનથી સમાજમાં જાગળતિ આવ્‍યા બાદ 1900માં બિરસા મુંડાની શહાદત બાદ આદિવાસી ઓ નો આક્રોશ દેશ વ્‍યાપી બન્‍યો
આજ મહાનાયક આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડાની 146મી જન્‍મ જ્‍યંતી નિમિત્તેઆદિવાસી ઓના વિવિધ પ્રશ્નો જેવા કે 1.સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્‍ટ એન્‍ડ ટુરિઝમ ગવર્ન્‍સસ એકટ 2019 2. આદિવાસીઓના જળ, જંગલ, જમીન પરના અધિકારોનું હનન, 3.પર તાપી નર્મદા રિવર લીક યોજના 4. દિલ્‍હી મુંબઈ ઇન્‍ડસ્‍ટ્રીયલ કોરિડોર તથા ભારતમાલા પ્રોજેકટ, 5. કાનૂની અમલવારીમાં અનુસૂચિતની ભાવનાઓની બાદબાકી 6. આદિવાસી વિસ્‍તારમાં સ્‍કૂલો બંધ કરીને શિક્ષણથી વંચિત રાખવા 7. અનુ.સૂચિત જાતિમાં બિન આદિવાસીનો સમાવેશ અને 8.આદિવાસીઓના વિસ્‍તારએવા ડોસવાડા તા. સોનગઢ ખાતે વેદાતા ગ્રુપને અતિશય ઝેરી એવા ઝિક પલાન્‍ટને મંજૂરી જેવા પશ્નનોને લઈ નીકળેલ આદિવાસી સ્‍વાભિમાન યાત્રા પારડી બિરસા મુંડા સર્કલ જુના બસ સ્‍ટેન્‍ડ ખાતે આવી પહોંચતા આવેલ મહાનુભવો ડો. પ્રફુલભાઈ વસાવા, શ્રી મિતરાસુ ભાઈ ગામીત, જિમી પટેલ, રાજ વસાવા વિગેરેનું તિલક, ફુલહાર અને નાળિયેર આપી સ્‍વાગત કરી બિરસા મુંડા અમર રહો, એક તિર એક કમાન આદિવાસી એક સમાન જેવા નારાઓ લગાવી સમગ્ર વાતાવરણમાં જોશ ભરી દીધો હતો.
આ પસંગે પારડી શહેર બિરસા મુંડા સમિતિના સભ્‍યો શ્રી બીપીનભાઈ પટેલ, શ્રી કિરણભાઈ પટેલ , શ્રી ધર્મેશભાઈ હળપતિ, શ્રી ગૌરવભાઈ દુબે, શ્રી દિલીપભાઈ પટેલ, શિલાબેન પટેલ વિગેરેઓએપધારી કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

સુરખાઈ ખાતે ‘નલ સે જલ’ અભિયાનની સિધ્‍ધિની ઉદ્‌ઘોષણા કાર્યક્રમ મંત્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

આજે દાનહ ભાજપ મહિલા મોર્ચા દ્વારા મેડિકલ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

vartmanpravah

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

Leave a Comment