October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

હવેવરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવા બુલંદ બનેલી માંગણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
તસવીર-અહેવાલ : રાહુલ ધોડી દમણ, તા.27
મોટી દમણના મગરવાડા 6 રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદકામની ભરણી નહીં થતાં ચોમાસામાં જાનલેવા અકસ્‍માત સર્જાવાની ભીતિ પેદા થઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયાના મુખ્‍ય માર્ગ ઉપર ભીમ તળાવને અડી રસ્‍તાના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં વરસાદ દરમિયાન પાણી ભરાવાના કારણે રોડ અને ખોદાણ વાહનચાલકો તથા રાહદારીઓને નજરે નહીં પડશે. આ રસ્‍તા ઉપર સ્‍ટ્રીટ લાઈટ પણ નથી. જેના કારણે અગામી દિવસોમાં વરસાદના સમયે આ રસ્‍તા ઉપરથી જાનના જોખમે પસાર થવું પડે એવી સ્‍થિતિ પેદા થઈ છે.
અત્રે નોંધનીય છે કે, હવે વરસાદની મોસમ શરૂ થઈ હોવાથી ભરણી કરવું લગભગ સંભવ જણાતું નથી. ત્‍યારે આ ખોદાણને કોર્ડન કરી તે તરફ કોઈ વાહન કે રાહદારી નહીં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ એવી આમલાગણી પ્રવર્તી રહી છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

નરોલીમાં જગદ્‌ગુરૂ સ્‍વામી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સિદ્ધ પાદુકા દર્શન સમારોહ સંપન્ન

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment