July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક જનજાગરણ અભિયાનની પદયાત્રા યોજાઈ હતી. જે પદયાત્રા ચીખલી સર્કિટ હાઉસથી નીકળી ચીખલી ડેપો ખાતે પોહચી હતી. જ્‍યાં આ પદયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી. આ પદયાત્રામાં ‘ગાંધી લડે થે ગોરો સે હમ લદેગે ચોરો શે’ મોંઘવારી ઓછી કરો, પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ રાંધણગેસના ભાવો ઓછા કરો, સરકાર તેરી તાનશાહી નહિ ચલગી નહિ ચલગી જેવા સૂત્રોચ્‍ચાર પણ કરાયા હતા. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્‍ય શ્રી અનંતભાઈ પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, કોંગ્રેસ અગ્રણી શ્રી સલીમભાઈ પટેલ, વિરોધપક્ષના નેતા શ્રી ભીખુભાઈ ગરાસિયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ ઉર્ફે શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી મગનભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રીઅમિશભાઈ પટેલ સહિત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

ધરમપુર માલનપાડા રોડ ઉપર ટ્રક-બાઈક વચ્‍ચે અકસ્‍માત : બાઈક સવાર દંપતિ પૈકી પત્‍નીનું મોત

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક મળી પ્રજાના પ્રતિનિધિઓએ પ્રજાહિતને સ્પર્શતા પ્રશ્નો રજુ કર્યા

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

Leave a Comment