(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.25
નવસારી એલસીબી પોલીસે સુંઠવાડ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એકને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસે ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, એક ઇનોવા કાર નં. જીજે-21-એકયું-3534માં દારૂ ભરી નવસારીના વિજલપોર લઈ જનાર છે. જે હકીકત બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે મુંબઈ થી સુરત જતા ટ્રેક ઉપર સુંઠવાડ પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમી મુજબની ઇનોવા કાર આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-231 જેની કિંમત રૂા.1,16,175/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા નહી હોવાનું જણાવતા પોલીસે દારૂની ખેપ મારનાર બિરુ નરસપ્પા ધનગર (રહે.સરદાર ટાઉનશીપ એપલ રેસિડેન્સી એપાર્ટમેન્ટ વિજલપોર તા.જલાલપોર જી.નવસારી) ની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનો જથ્થો ભિલાડ ખાતે આપી જનાર શ્રી કમલેશભાઈ હળપતિને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે દારૂ, કાર, મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂા.6,22,375/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.