January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

  • દાનહ-દમણ-દીવમાં વિધાનસભા ગઠનનું વચનઃ દાનહને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરવા આપેલો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાઈ રહેલ પેટા ચૂંટણીમાં આજે શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર અને તેમની ટીમ દ્વારા લગભગ 36 મુદ્દાને આવરી લેતો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્‍યો હતો. જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિધાનસભાનું ગઠન, ખાનવેલ પંચાયતને સ્‍વતંત્ર જિલ્લા પંચાયતનો દરજ્‍જો અપાવવો, આદિવાસીઓના તમામ હક્ક અધિકારોની પૂર્તિ માટે સંવિધાનની પાંચમી અને છઠ્ઠીઅનુસૂચિમાં દાદરા નગર હવેલીને સામેલ કરવા જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્‍યા છે.
વિશ્વ આદિવાસી દિવસે રજા ઘોષિત કરવા, તારપા ઉત્‍સવ ફરીથી શરૂ કરવા જેવા વચનો પણ આપવામાં આવ્‍યા છે. દાનહમાં આદિવાસીઓના ભગવાન શ્રી બિરસા મુંડાની ભવ્‍ય પ્રતિમાની સ્‍થાપના માટે યોજના બનાવવા પણ ઘોષણા પત્રમાં જગ્‍યા આપવામાં આવી છે.
દાનહ પ્રશાસનના વર્ગ-2 અને એનાથી નીચેના તમામ સરકારી કર્મચારીઓ દાદરા નગર હવેલીમાં જ નોકરી પર કાર્યરત રહે એવી વ્‍યવસ્‍થા કરવા તથા દીવ અને દમણ બદલીનો ડર ખતમ કરવા પણ વચન અપાયું છે.
દાદરા, નરોલી અને સામરવરણી પટેલાદોમાં નગરપાલિકા બનાવવા તથા દાનહની તમામ કેન્‍દ્રીય પટેલાદોમાં મહિલા અને બાળ સુરક્ષા માટે રાષ્‍ટ્રીય સ્‍તરનું માળખું ઉભું કરવાનો નિર્ધાર પણ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. પત્રકાર પરિષદને શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર, દાનહ શિવસેના પ્રમુખ શ્રી અભિનવ ડેલકર તેમજ મુંબઈથી આવેલા શિવસેનાના નેતાએ પણ સંબોધી હતી.

Related posts

મનુષ્‍ય અથવા જીવને ભગવાન શિવ તરફ લઈ જવાનો સૌથી પવિત્ર માર્ગ છે શિવ મહાપુરાણની કથાઃ પ.પૂ.મેહુલભાઈ જાની (ખેરગામવાળા)

vartmanpravah

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah

વાપીની પેપરમિલના ટ્રાન્‍સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah

Leave a Comment